For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદ સામે મોટી કાર્યવાહી, વિવિધ જિલ્લાઓમાં દરોડા

04:58 PM May 30, 2025 IST | revoi editor
જમ્મુ કાશ્મીરઃ આતંકવાદ સામે મોટી કાર્યવાહી  વિવિધ જિલ્લાઓમાં દરોડા
Advertisement

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા દળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળો વધારે સક્રીય બનાવ્યાં છે.  દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કાશ્મીર પોલીસની ઈન્ટેલિજન્સ વિંગ કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (CIK) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

Advertisement

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કાશ્મીર પોલીસની ઈન્ટેલિજન્સ વિંગ કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (CIK) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે કાશ્મીરમાં ઘણા ઠેકાણાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે. CIK દ્વારા ઘણા સ્થળોએ રેડ કરીને આતંકવાદ સામે લડ઼વાની અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચત કરતા આ કાર્ય કર્યું છે. આજે વહેલી સવારથી શ્રીનગર, બડગામ, અવંતીપોરા, પુલવામા, કુપવાડા અને શોપિયાં જિલ્લાઓ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં આતંકવાદીઓ સાથે સંબંધ રાખનારા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દરોડા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા વધારવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement