For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

શાળાઓમાં પ્રવેશ અને એલસી આપતી વખતે નામ પાછળ અટક લખવી ફરજિયાત રહેશે

06:13 PM Jun 10, 2025 IST | revoi editor
શાળાઓમાં પ્રવેશ અને  એલસી આપતી વખતે નામ પાછળ અટક લખવી ફરજિયાત રહેશે
Advertisement
  • સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં બાળકના નામ પાછળ અટક લખવાની રહેશે,
  • રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયો પરિપત્ર,
  • બાળક અને તેના પિતાના નામ બાદ અટક છેલ્લે લખવાની રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં તમામ શાળાઓમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે વિદ્યાર્થીઓની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ સહિત તમામ ડોક્યુમેન્ટમાં પ્રથમ વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની રહેશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરાયો છે. પરિપત્ર મુજબ પ્રમાણપત્રોમાં સૌ પ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ એટલે કે માતા-પિતા અથવા પતિનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના આપવામાં આવી છે

Advertisement

ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં બાળક એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવે તે સમયે તેને જે તે સ્કૂલમાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (School Leaving Certificate) આપવામાં આવે છે. આ સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC)માં બાળકનું નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ જેવી મહત્ત્વની માહિતીની નોંધ કરવામાં આવે છે. હાલમાં APAAR IDની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જેને લઈને હવે આગામી શૈક્ષણિક સત્ર જૂન 2025થી જે બાળકોને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવે તેમજ સ્કૂલમાં પ્રવેશ મેળવતા બાળકોના જનરલ રજિસ્ટરમાં નામ નોંધણી કરવામાં આવે તેમાં બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવામાં આવે તે અંગે તથા APAAR ID, આધાર કાર્ડ અને LC તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ રહે તે મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

જન્મના સર્ટિફિકેટમાં પૂરું નામ લખવાના નવા નિયમો અને પ્રોસેસની A TO Z માહિતી ગુજરાતમાં જન્મ અને મરણ નોંધણી એકમો પર એકસૂત્રતા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જન્મ અને મરણ પ્રમાણપત્રોમાં સૌ પ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ એટલે કે માતા-પિતા અથવા પતિનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના આપવામાં આવી છે

Advertisement

Advertisement
Tags :
Advertisement