હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

આઈપીએલઃ લખનૌ સામેની મેચમાં હૈદરાબાદના ખેલાડી રેડ્ડીએ આઉટ થયા બાદ હેલ્મેટ ફેંકીને ગુસ્સો વ્યક્ત કર્યો

11:12 AM Mar 29, 2025 IST | revoi editor
Advertisement

IPL 2025 ની સાતમી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું હતા. આ મેચ શરૂ થાય તે પહેલાં કોઈએ આ પરિણામ વિશે વિચાર્યું ન હતું. હૈદરાબાદના બેટ્સમેનોના ફોર્મ અને લખનૌની નબળી બોલિંગને જોઈને, દરેક વ્યક્તિ SRH ની જીતની આગાહી કરી રહ્યા હતા, પરંતુ ઋષભ પંતની ટીમે તે બધી અટકળોનો અંત લાવી દીધો હતો. જોકે, મેચ દરમિયાન કંઈક એવું બન્યું જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. વાસ્તવમાં, આઉટ થયા પછી પેવેલિયન પરત ફરતી વખતે, નીતિશ રેડ્ડીએ ગુસ્સામાં પોતાનું હેલ્મેટ સીડી પર ફેંકીયું હતું, તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

Advertisement

ખરેખર, મેચ દરમિયાન, નીતિશ હૈદરાબાદ માટે ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે હેનરિક ક્લાસેન સાથે ચોથી વિકેટ માટે 34 રનની ભાગીદારી પણ કરી હતી. આ પછી, તેણે અનિકેત વર્મા સાથે 18 રનની ભાગીદારી કરી. જોકે, તે પાંચમી વિકેટ તરીકે આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ નીતિશને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે 28 બોલમાં બે ચોગ્ગાની મદદથી 32 રન બનાવી શક્યો હતો. નીતિશે બે મેચ રમી છે અને બંનેમાં કંઈ મોટું કરી શક્યો નથી. રાજસ્થાન સામેની પહેલી મેચમાં જ્યારે તેની ટીમે 286 રન બનાવ્યા હતા, ત્યારે તે ફક્ત 30 રન જ બનાવી શક્યો હતો. હવે, લખનૌ સામે 32 રન બનાવ્યા પછી, તે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યો નહીં અને ડ્રેસિંગ રૂમ તરફ જતી વખતે પોતાનું હેલ્મેટ સીડી પર ફેંકી દીધું હતું. ત્યાં હાજર રક્ષકોએ પણ પાછળનો અવાજ સાંભળ્યો અને પાછળ જોવા લાગ્યા હતા.

LSG એ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો, અને શાર્દુલે 34 રનમાં 4 વિકેટ લઈને પોતાનું પ્રભાવશાળી વાપસી કરી હતી. જેના કારણે SRH નો દાવ નવ વિકેટે 190 રન પર મર્યાદિત રહ્યો હતો. લખનૌએ આક્રમક શરૂઆત કરી, જેમાં પૂરન (છ ચોગ્ગા, છ છગ્ગા) અને મિશેલ માર્શ (સાત ચોગ્ગા, બે છગ્ગા) ની અડધી સદી ફટકારી હતી. અંતે, અબ્દુલ સમદ (8 બોલમાં અણનમ 22) અને ડેવિડ મિલર (7 બોલમાં અણનમ 13) એ ટીમને 16.1 ઓવરમાં 5 વિકેટે 193 રન સુધી પહોંચાડવામાં મદદ કરી અને સરળ જીત મેળવી હતી.

Advertisement

Advertisement
Tags :
expresses angerHyderabad playerIPLlucknowMATCHOutReddythrows helmet
Advertisement
Next Article