હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રૂપિયા 800 કરોડથી વધુ ટ્રાન્જેક્શન ધરાવતા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ નેટવર્કનો પડદાફાશ

03:27 PM Dec 04, 2025 IST | Vinayak Barot
Advertisement

સુરતઃ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારી ગેન્ગનો પડદાફાશ કરીને બે શખસોની ધરપકડ કરી છે. બન્ને શખસો શિક્ષિત છે. બેંગકોક અને વિયેતનામ ખાતેથી લગભગ 50 જેટલી ગેમિંગ/બેટિંગ વેબસાઇટ (મર્ચન્ટ) પાસેથી ફંડ મેળવતા હતા, જેને મ્યુલ બેંક ખાતાઓ અને હવાલાના માધ્યમથી વિદેશ મોકલીને આખા નેક્સસને 'થ્રી-લેયર મોડ્યુલ' હેઠળ ઓપરેટ કરતા હતા. જેમાં જીતનારા લોકોને પણ છેતરપિંડીના પૈસામાંથી જ ચૂકવણી કરવામાં આવતી હતી. સાયબર ક્રાઈમ પોલીસને તપાસમાં રૂપિયા 800 કરોડના ટ્રાન્ઝેક્શનો થયા હોવાની વિગતો મળી છે.

Advertisement

સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ બે ઉચ્ચ શિક્ષિત યુવાનો, BE મિકેનિકલ થયેલો જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર અને B.COM સુધી ભણેલો દીપ ઠક્કરને લાયકાત મુજબ ઓછો પગાર મળવાનો અસંતોષ હતો, આથી વિદેશની ધરતી પર બેસીને 800 કરોડથી વધુના ટ્રાન્જેક્શન ધરાવતા એક વિશાળ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનું સંચાલન કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત સાયબર ક્રાઇમ સેલે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જતીન ઠક્કર અને તેના સાથીદાર દીપ ઠક્કરની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં એવી વિગતો ણળી છે કે, બન્ને આરોપીઓ બેંગકોક અને વિયેતનામ ખાતેથી લગભગ 50 જેટલી ગેમિંગ/બેટિંગ વેબસાઇટ (મર્ચન્ટ) પાસેથી ફંડ મેળવતા હતા, જેને મ્યુલ બેંક ખાતાઓ અને હવાલાના માધ્યમથી વિદેશ મોકલીને આખા નેક્સસને 'થ્રી-લેયર મોડ્યુલ' હેઠળ ઓપરેટ કરતા હતા. જેમાં જીતનારા લોકોને પણ છેતરપિંડીના પૈસામાંથી જ ચૂકવણી કરવામાં આવતી હતી.

Advertisement

સાયબર ક્રાઇમ સેલ, સુરત શહેર દ્વારા કતારગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી મોબાઇલ, લેપટોપ અને બેંકોની ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, આ આરોપીઓ પાસેથી મળી આવેલા જુદી જુદી બેંકોના 149 બેંક ખાતાઓમાં કુલ 800 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શનો થયા હતા. આ 149 ખાતાઓ પર NCCRP પોર્ટલ ઉપર કુલ 417 ફરિયાદો પણ મળી આવી હતી. આ કેસમાં અન્ય બે નાસતા-ફરતા આરોપીઓ માટે એલ.ઓ.સી. ઇશ્યુ કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના આધારે જતીન અને દીપ ઠક્કરની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ બન્ને આરોપીઓ સાયબર ક્રાઈમની દુનિયામાં પોતાની અસલી ઓળખ છૂપાવતા હતા. સુરત પોલીસે જ્યારે અગાઉ કતારગામમાંથી આ રેકેટના સ્થાનિક ઓપરેટરો (બ્રાન્ચ વાળા)ને પકડ્યા હતા, ત્યારે તેમના મોબાઈલ અને વ્હોટ્સએપ ચેટ્સમાંથી વિચિત્ર નામો મળી આવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન 'જોન રેપર' અને 'પિકાસો ટાઈસન' જેવા કોડનેમ મળ્યા હતા. શરૂઆતમાં પોલીસ માટે આ નામો એક કોયડો હતા, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ ખુલ્યું હતું કે આ કોઈ વિદેશી નાગરિકો નથી પરંતુ ગુજરાતી યુવાનો છે. જેમાં 'જોન રેપર' એ બીજું કોઈ નહીં પણ માસ્ટરમાઈન્ડ જતીન ઠક્કરનું ડમી નામ હતું, જ્યારે 'પિકાસો ટાઈસન' એ દીપ ઠક્કરનું ડમી નામ હતું. બન્ને આરોપીઓ વ્હોટ્સએપ ગ્રુપમાં અને કોમ્યુનિકેશન માટે માત્ર આ ડમી નામોનો જ ઉપયોગ કરતા હતા જેથી પોલીસ પકડથી દૂર રહી શકે. જતીનનું મુખ્ય કામ બેંગકોક તથા વિયેતનામ ખાતે રહીને BIG IDEA, OPS, DAFA, PARIMATCH, NETL, 10 C, HRB, VRB, DRB, ANNA, 777, TENGO, TRUE, 99, AIR, ORIENT, WIZ45 વગેરે જેવી લગભગ 50 ગેમિંગ/બેટિંગ વેબસાઇટ (મર્ચન્ટ) પાસેથી ફંડ મેળવવાનું હતું. આ ફંડને એક પ્લેટફોર્મ દ્વારા જુદા જુદા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું અને તેના હિસાબો રાખવાનું હતું. દીપકુમાર આ ટ્રાન્સફર માટે ડેટા એન્ટ્રીનું કામ સંભાળતો હતો.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharinternational cyber crime network exposedLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSurat Cyber ​​Crime PoliceTaja Samacharviral news
Advertisement
Next Article