વિશ્વના આર્થિક ઝટકાઓ સામે ભારતની સ્થિતિ મજબૂત : નિર્મલા સીતારમણ
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, દુનિયાની અર્થવ્યવસ્થા મોટા પરિવર્તનોમાંથી પસાર થઈ રહી હોવા છતાં ભારત મજબૂત સ્થિતિમાં છે અને વૈશ્વિક આંચકા સહન કરવાની ક્ષમતા ધરાવે છે. કૌટિલ્ય આર્થિક પરિષદ 2025માં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “વિશ્વના અનેક દેશો અનિશ્ચિતતા, વેપાર તથા નાણાકીય અસંતુલન અને ઊર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. આ પરિવર્તનો ભારત માટે પડકારજનક છે, પરંતુ તે સાથે અમારી ઝઝૂમવાની ક્ષમતાને પણ દર્શાવે છે.”
નાણામંત્રીએ ભાર મૂક્યો કે ભૂ-રાજનીતિક સંઘર્ષો, પ્રતિબંધો, શુલ્ક નીતિઓ અને અલગાવની વ્યૂહરચનાઓ વૈશ્વિક સપ્લાય ચેઇનને નવા આકાર આપી રહી છે. આવી પરિસ્થિતિમાં ભારતની આર્થિક શક્તિ વિકસિત થઈ રહી છે અને વૈશ્વિક આંચકા સામે ટકી રહેવાની ક્ષમતા પણ મજબૂત થઈ છે. પરિષદના “અશાંત સમયમાં સમૃદ્ધિની શોધ” વિષયક સત્રને સંબોધતાં સીતારમણે જણાવ્યું કે, યુદ્ધો અને વ્યૂહાત્મક સ્પર્ધાએ સહકાર અને સંઘર્ષના અર્થને નવી વ્યાખ્યા આપી છે. અગાઉ મજબૂત લાગતા ગઠબંધનો કસોટી પર છે, જ્યારે દુનિયામાં નવા ગઠબંધનો ઊભરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આજના પડકારો માત્ર તાત્કાલિક અવરોધો નથી, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં બંધારણાત્મક પરિવર્તન થઈ રહ્યું છે, જેને ભારત મજબૂતાઈ સાથે ઝીલી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને રણનિતી તૈયાર કરવામાં આવી છે.