For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં ભારતીય ટીમનો 7 વિકેટે વિજય

11:13 AM Jan 23, 2025 IST | revoi editor
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં ભારતીય ટીમનો 7 વિકેટે વિજય
Advertisement

કોલકાતાઃ ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી T20 શ્રેણીની પહેલી મેચમાં અભિષેક શર્માની 79 રનની શાનદાર ઇનિંગથી ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું. ભારતને 133 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે ભારતે 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

Advertisement

સ્પિનર વરુણ ચક્રવર્તીએ 23 રન આપીને ત્રણ વિકેટ લીધી. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ઇંગ્લેન્ડને ફક્ત 132 રનમાં ઓલઆઉટ કરી દીધું. ૧૩૩ રનના લક્ષ્યનો પીછો કરતા અભિષેકે ૩૪ બોલનો સામનો કર્યો અને પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા. તેમના પ્રદર્શનને કારણે ભારતે ઇંગ્લેન્ડ પર સરળતાથી જીત મેળવી.

ભારતે શાનદાર શરૂઆત કરી હતી જેમાં સંજુ સેમસન ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 26 રન બનાવી શક્યા હતા.અભિષેક અને સંજુ સેમસનએ ભારતને મજબૂત શરૂઆત અપાવી. અભિષેકે જોફ્રા આર્ચરના બોલ પર ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. પરંતુ આર્ચર પાછો આવ્યો અને સેમસનની વિકેટ લીધી. ભારતને પહેલો ઝટકો ૪૧ રનના સ્કોર પર લાગ્યો.

Advertisement

જોકે, કેપ્ટન સૂર્યકુમાર યાદવ હજુ પણ ઇનિંગ્સને આગળ વધારવા માટે ક્રીઝ પર હાજર હતા. પરંતુ, 3 બોલનો સામનો કર્યા પછી તે શૂન્ય પર આઉટ થઈ ગયો અને પેવેલિયન પાછો ફર્યો. ભારતને સતત બે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. તિલક વર્મા ઇનિંગ સંભાળવા પહોંચ્યા અને તેમણે અભિષેક સાથે ઇનિંગને આગળ ધપાવી.

Advertisement
Tags :
Advertisement