For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 

12:55 PM Oct 12, 2025 IST | revoi editor
ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 
Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હી ખાતે ભારતમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો કાર્યકાળ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ ગોર સાથે મુલાકાત કરી અને ભારત-અમેરિકા સંબંધોના વૈશ્વિક મહત્વ અંગે ચર્ચા કરી. ડૉ. જયશંકરે ગોરને તેમના નવા કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી. અગાઉ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ સર્જિયો ગોર સાથે મુલાકાત કર તેમને તેમના કાર્યકાળમાં સફળતાની શુભેચ્છા પાઠવી. બંનેએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહરચના પર ઉત્પાદક ચર્ચા કરી હતી.

Advertisement

ગોરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે પણ વાતચીત કરી હતી. ગોરે જણાવ્યું હતું બંને દેશો ભારત-પ્રશાંત ક્ષેત્રને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.ભારતમાં નિયુક્ત અમેરિકાના રાજદૂતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા ભારત સાથેના તેના સંબંધોને મહત્વ આપે છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ, આવનારા દિવસો બંને દેશો માટે ખૂબ સારા રહેશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement