ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે: મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું છે કે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી અદ્યતન ટેકનોલોજીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, અને ટૂંક સમયમાં ગગનયાન મિશન શરૂ કરશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી સમયમાં, ભારત પોતાનું અવકાશ મથક બનાવશે.
એક વિડિઓ સંદેશમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે વૈજ્ઞાનિકો અને તમામ યુવાનો સહિત અવકાશ ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેકને શુભેચ્છા પાઠવીતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટૂંકા સમયમાં, રાષ્ટ્રીય અવકાશ દિવસ યુવાનોમાં ઉત્સાહ અને આકર્ષણનો પ્રસંગ બની ગયો છે.
પાક વીમા યોજનાઓ સેટેલાઇટ-આધારિત મૂલ્યાંકન, માછીમારોને ઉપગ્રહો દ્વારા સલામતી માહિતી પ્રાપ્ત કરવી, આપત્તિ વ્યવસ્થાપન સહાય સહીતના ક્ષેત્રોમાં ભૂ-અવકાશી ડેટાનો ઉપયોગ થઇ રહ્યો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કરીને અવકાશયાત્રી ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથની તેમની મુલાકાતને વર્ણવી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં પ્રકાશિત કર્યું કે આજે અવકાશ ક્ષેત્રમાં ભારતની પ્રગતિ સામાન્ય નાગરિકોના જીવનને સરળ બનાવી રહી છે.