For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બિહાર ચૂંટણીઃ બુરખાધારી અને પડદો કરનારી મહિલાઓની ઓળખ માટે ચૂંટણીપંચે બનાવ્યો પ્લાન

11:00 PM Oct 10, 2025 IST | revoi editor
બિહાર ચૂંટણીઃ બુરખાધારી અને પડદો કરનારી મહિલાઓની ઓળખ માટે ચૂંટણીપંચે બનાવ્યો પ્લાન
Advertisement

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની તૈયારીઓમાં વધુ તેજી લાવી છે. બીજી તરફ ચૂંટણી પ્રક્રિયા સરળ અને સુગમ બને તે માટે ચૂંટણીપંચ પણ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. આ જ સંદર્ભમાં ચૂંટણી પંચે બિહાર ચૂંટણી દરમિયાન બુરખા પહેરનારી અથવા પડદો કરનારી મહિલાઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, બુરખા અથવા પડદો પહેરનારી મહિલાઓની મતદાન દરમિયાન ગૌરવપૂર્ણ ઓળખ સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ અંતર્ગત, આવી મહિલાઓની ઓળખ મહિલા પોલિંગ અધિકારીઓ અથવા સહાયકાઓની હાજરીમાં કરવામાં આવશે, જેથી તેમની ગોપનીયતા અને આદર જળવાઈ રહે.

Advertisement

મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દરેક મતદાન કેન્દ્ર પર આંગણવાડી કાર્યકર્તાઓને તૈનાત કરવામાં આવશે, જે બુરખા અથવા પડદો પહેરનારી મહિલાઓની ઓળખમાં મદદરૂપ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ચૂંટણી પંચની સ્પષ્ટ માર્ગદર્શિકા છે કે મતદાન કેન્દ્રની અંદર ઓળખ કેવી રીતે કરવામાં આવશે અને તેને કડકાઈથી અમલમાં મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તાજેતરમાં બિહાર ભાજપ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે ચૂંટણી પંચને કરી હતી કે બુરખા પહેરીને આવતી મહિલાઓના ચહેરા મતદાર કાર્ડ સાથે મેળ ખાતા હોવાની ખાતરી કરવામાં આવે.

બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કો 6 નવેમ્બર અને બીજો તબક્કો 11 નવેમ્બરે યોજાશે, જ્યારે પરિણામો 14 નવેમ્બરે જાહેર થશે. પ્રથમ તબક્કામાં 18 જિલ્લાની 121 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 20 જિલ્લાની 122 બેઠકો માટે મતદાન થશે. આ વખતે રાજ્યમાં કુલ 7.43 કરોડ મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે, જેમાંથી લગભગ 14 લાખ નવા મતદારો પહેલી વખત મતદાન કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement