શાંતિ સ્થાપનામાં સૌથી મોટા યોગદાનકર્તાઓમાં ભારતનો પણ સમાવેશઃ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્રિવેદી
નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં બે દિવસીય સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાનકર્તા દેશો (યુએનટીસીસી)ના પ્રમુખોનું સમ્મેલન શરૂ થયું છે. જેની મેજબાની ભારતીય સેના કરી રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા 32 દેશોના સિનિયર સેન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. યુએનટીસીસી સંમેલનનો મુખ્ય હેતુ ભવિષ્યમાં શાંતિ સ્થાપના માટે એક દ્રષ્ટીકોણ વિકસિત કરવો અને ઉભરતા ખતરાઓ અંગે ચર્ચા-વિચારણા કરવી.
યુએનટીસીસીના પ્રમુખોના સંમેલનને સંબોધિત કરતા ભારતીય આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, શાંતિ સ્થાપનામાં સૌથી મોટા યોગદાનકર્તાઓમાં ભારતનો પણ સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રના કુલ 71 શાંતિ અભિયાનો પૈકી 51માં લગભગ 3 લાખ પુરુ અને મહિલાઓને મોકલ્યાં છે. અમારા જવાનોએ જ્યાં એક તરફ એડગ સંકલ્પની સાથે સેવા પણ કરી છે બીજી તરફ અમે અમુલ્ય અનુભવ પણ પ્રાપ્ત કર્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્પાથના કેન્દ્ર જેને રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રના રૂપમાં ઉન્નત કરવામાં આવ્યું છે અને શાંતિ સ્થાપના કાર્યોમાં સામેલ થવા માટે મેજબાની કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં આવા સંમેલનના આયોજન સૌભાગ્યની વાત છે. તેમજ સહયોગને મજબુત કરવા અને વૈશ્વિક શાંતિના મહાન મિશનને આગળ વધારવામાં મદદ મળશે. ભારત તમામનું મિત્ર છે. યુએનટીસીસીમાં અલ્ઝિરીયા, આર્મેનિયા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભૂટાન, બ્રાઝીલ, બુરંડી, કંબોડિયા, મિસ્ત્ર, ઈથિયોપિયા, ફીજી, ફ્રાંસ સહિત 32 દેશના સિનિયર સૈન્ય અધિકારીઓ ઉપસ્થિત રહે છે.