પેટની ગરમીને ઠંડક આપવા માટે આ વસ્તુઓ ભોજનમાં કરો સામેલ
ઉનાળામાં ખાવાની ખોટી આદતો, મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં ગરમી, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે. જેથી પેટની ગરમીને ઠંડક પુરી પાડવા માટે ભોજનમાં કેટલાક વસ્તુઓ સામેલ કરવી જરુરી છે. એટલું જ નહીં ઠંડા પીણાને બદલે નેચનલ ડ્રીંક્સ પસંદ કરવું જોઈએ.
નાળિયેર પાણી પીવોઃ તે એક કુદરતી ઠંડક આપનાર છે, પેટને શાંત કરે છે અને ડિહાઇડ્રેશન અટકાવે છે.
છાશઃ ઠંડી છાશમાં થોડું કાળું મીઠું અને શેકેલું જીરું ઉમેરીને પીવો. તે પેટને ઠંડુ પાડે છે અને એસિડિટી ઘટાડે છે.
વરિયાળી ચાવોઃ જમ્યા પછી, 1 ચમચી વરિયાળી ચાવો અથવા વરિયાળીનું પાણી પીવો. તે પેટને ઠંડુ પાડે છે અને પાચનમાં પણ સુધારો કરે છે.
એલોવેરા જ્યુસઃ સવારે ખાલી પેટે 10-15 મિલી એલોવેરા જ્યુસ પાણીમાં ભેળવીને લો. આ પેટના સોજા, બળતરા અને ગરમીને શાંત કરે છે.
તરબૂચ ખાઓઃ તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીર અને પેટ બંનેને ઠંડુ રાખે છે.
ગોળ ખાઓઃ થોડો ગોળ ચૂસો અથવા પાણીમાં ઓગાળીને પીવો. તે શરીરની ગરમી ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે.