અમદાવાદમાં ડો. વિષ્ણુપ્રસાદ ઓઝા ગ્રંથlલયના નવા અધતન ભવનનું લોકાર્પણ
અમદાવાદઃ ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા સંચાલિત, અમદાવાદ મહાનગર પાલિકા અને સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી ડો. વિષ્ણુપ્રસાદ ઓઝા ગ્રંથlલયના નવા અધતન ભવનનો લોકાર્પણ કાર્યક્રમ આજરોજ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન (મેયર), શૈલેષભાઇ પટેલ (પ્રાંત કાર્યવાહ, રા.સ્વ.સંઘ ગુજરાત), વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાની, દિલીપભાઈ બગડિયા (મ્યુનિસિપલ કાઉન્સિલર) અને સંસ્થાના ટ્રસ્ટી મહેશભાઈ પરીખની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ અવસરે મુખ્ય વક્તા શૈલેષભાઇ પટેલએ (પ્રાંત કાર્યવાહ, રા.સ્વ.સંઘ ગુજરાત) જણાવ્યું કે આજે એક વિશેષ દિવસ છે કેમકે આજે હિન્દુ નવુંવર્ષ, ગુડી પડવો, રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના સ્થાપક ડો. હેડગેવારનો જન્મદિવસ છે. સંઘ એટલે નિઃસ્વાર્થ સેવા (Selfless Service). વધુમાં તેમણે કહ્યું કે ડો વિષ્ણુપ્રસાદ ઓઝા ગ્રંથલય સેવાના વિવિધ ક્ષેત્રમાં સમાજ પરિવર્તન કરવા અને સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રતિબદ્ધ છે અને છેલ્લા 25 વર્ષો થી 3500 જેટલાં પુસ્તકો સાથે લાયબ્રેરી ચલાવે છે જેમાં દરરોજ 100-125 જેટલાં વિદ્યાર્થીઓ વાંચન માટે આવે છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. શ્રી શૈલેષભાઈએ કહ્યું કે સંસ્થા મહિલાઓના સ્વાવલંબન માટે પણ કાર્યરત છે અને વિવિધ પ્રકલ્પો તેના માટે કાર્યરત છે.