મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેચમાં ભારતને 83 રનથી હાર આપી
01:07 PM Dec 12, 2024 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ મેચમાં ભારતને 83 રનથી હાર આપી.પર્થના મેદાનમાં આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3-0થી જીત મેળવીને શ્રેણી જીતી લીધી હતી. 299 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત 45.1 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
Advertisement
ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 105 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ એનાબેલ સધરલેન્ડના શાનદાર શતકની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 298 રન બનાવ્યા હતા. તેણે 95 બોલમાં 110 રન બનાવ્યા હતા. ભારત તરફથી અરુંધતિ રેડ્ડીએ 4 વિકેટ ઝડપી હતી.
Advertisement
Advertisement
Next Article