સુરતમાં એમ્બ્યુલન્સની સાયરન વાગતી રહી છતાંયે વાહનચાલકે સાઈડ ન આપી
- બીઆરટીએસ રૂટમાં જ કારચાલકે કરી અવળચંડાઈ
- સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી
- કારનો નંબર મળ્યો, પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે
સુરતઃ ગુજરાતમાં ઘણાબધા વાહનચાલકોમાં ડિસીપ્લીન જોવા મળતા નથી. પોલીસ, એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગ્રેડના વાહનોને ઈમજન્સીના સમયે સાઈડ આપીને સહકાર આપવો વાહનચાલકોની ફરજનો એક ભાગ છે. ઘણાબધા વાહનચાલકો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય છે. સુરત શહેરમાં આવો એક બનાવ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાહનચાલક નિયમોનો ભંગ કરીને પુરફાટ ઝડપે બીઆરટીએસ કોરીડોરમાં જઈ રહ્યો હતો. ત્યારે પાછળ 108 એમ્બ્યુલન્સ કોઈ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા પાછળ સાયરન વગાડતી આવી રહી હતી. તેથી આગળ જતા વાહનચાલકે પોતી કાર ધીમે ચલાવીને છેક સુધી 108 એમ્બ્યુલન્સને સાઈડ આપી ન હતી. પોલીસે કારનો રજિસ્ટ્રેશન નંબર મેળવીને વધુ તપાસ હીથ ધરી છે.
એમ્બ્યુલન્સનું સાયરન વાગે એટલે ગમે એટલી ઉતાવળ હોય તોપણ વાહનચાલકો સાઇડ આપી દેતા હોય છે. સુરતમાં એક એવા બેફામ વાહનચાલકનો વીડિયો વાઇરલ થયો છે, જે પોતે તો ટ્રાફિક નિયમ ભંગ કરી બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવી રહ્યો છે, પાછો આટલેથી નથી અટકતો, તે પાછળ આવતી એમ્બ્યુલન્સને સાઇડ આપવાની જગ્યાએ અવરોધ ઊભો કરી રહ્યો હતો. સોશિયલ એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં બીઆરટીએસ રૂટમાં એક કારચાલક કાર હંકારી રહ્યો હતો. બીઆરટીએસ રૂટમાં તેની પાછળ 108 એમ્બ્યુલન્સ આવી રહી હતી. 108 દ્વારા સતત સાયરન વગાડવા છતાં પણ તે એમ્બ્યુલન્સને સાઈડ નથી આપતો. પોલીસે સોશિયલ મીડિયાના અને સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે.
આ અંગે ટ્રાફિક વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સુરતમાં એક વીડિયો વાઇરલ થયાનું ધ્યાન પર આવ્યું છે, જેમાં કારચાલક બીઆરટીએસ રૂટમાં કાર ચલાવી રહ્યો છે તેમજ ઈમર્જન્સી વાહન એમ્બ્યુલન્સને પણ સાઇડ આપતો નથી. નિયમ મુજબ જે પણ ઇમર્જન્સી વાહનો હોય, એમ્બ્યુલન્સ, ફાયરની ગાડી અથવા તો અન્ય કોઈ ઇમર્જન્સી વાહન હોય તો એને તાત્કાલિક સાઇડ આપી દેવાની હોય છે, પરંતુ વીડિયોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે આ કારચાલક એમ્બ્યુલન્સને સાઈડ આપતો નથી. હાલ વાહનના નંબરના આધારે અમે તપાસ શરૂ કરી રહ્યા છીએ.