For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હરિયાણાના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં સુધારો, પ્રદૂષણમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી

02:47 PM Oct 26, 2024 IST | revoi editor
હરિયાણાના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં સુધારો  પ્રદૂષણમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી
Advertisement
  • હરિયાણાના પાંચ શહેરોનો AQI હજુ પણ 200થી ઉપર
  • રાળી સળગાવવાના ત્રણ કેસ નોંધાયા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 689 સ્થળોએ પરાળી સળગાવવાના કેસ નોંધાયા

નવી દિલ્હીઃ હરિયાણાના ઘણા શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે પરંતુ પાંચ શહેરોનો AQI હજુ પણ 200થી ઉપર છે. પરાળી સળગાવવા પર કડકતાની અસર દેખાય છે. પ્રદૂષણમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી છે. શુક્રવારે પરાળી સળગાવવાના ત્રણ કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 689 સ્થળોએ પરાળી સળગાવવાના કેસ નોંધાયા છે. ખેડુતો પર પરાળીને સળગાવતા રોકવા માટે લાદવામાં આવેલા કડક પગલાની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. પ્રદુષણમાં ઘટાડો કરીને લોકોને મોટી રાહત મળી શકે છે.

Advertisement

ઉત્તરભારતના દિલ્હી-એનસીઆરમાં સતત પ્રદુષણનું સ્તર વધ્યું છે. એટલું જ નહીં ઉત્તર ભારતના કેટલાક શહેરોમાં પણ પ્રદુષણ વધ્યું છે. દિલ્હી-એનસીઆરમાં સતત વધી રહેલા પ્રદુષણને લઈને તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે વહીવટી તંત્રને આડેહાથ લીધું હતું. એટલું જ નહીં પ્રદુષણને ઘટાડવા માટે લેવામાં આવેલા પગલા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પંજાબ અને હરિયામામાં પરાળી સળગાવવાના કારણે દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણનું સ્તર વધ્યાનું મનાઈ રહ્યું છે. જેથી પરાળી સળગાવવાની ઘટનાઓને અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં પ્રદુષણને ઘટાડવા માટે તંત્ર દ્વારા જરુરી પગલા લેવામાં આવી રહ્યાં છે. 

Advertisement
Advertisement
Tags :
Advertisement