મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સરકારે 4 સભ્યોની ECમાં નિમણૂંક કરી
- અઢી વર્ષની સમય મર્યાદા માટે 4 સભ્યોની નિમણુંક
- યુનિ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં હવે 12 સભ્યોની રહેશે
- અગાઉ એક્ઝિક્યુટિવ કાઉન્સીલમાં 8 સભ્યો હતા
ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ચાર સભ્યોની નિમણૂક આગામી અઢી વર્ષની મુદત માટે કરી છે. જેમાં મૌલિક પાઠક, નિયતિ પંડ્યા, નરેન્દ્રસિંહ જાડેજા અને ડી.બી.ચુડાસમાનો સમાવેશ થાય છે. નિયમ મુજબ નવ નિયુક્ત સભ્યોનો કાર્યકાળનો સમય ગાળો અઢી વર્ષ અથવા તો સભ્યો 62 વર્ષના થાય ત્યાં સુધી રહેશે. આ અગાઉ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં આઠ સભ્યો હતા અને હવે રાજ્ય સરકારના ચાર સભ્યો નિમાતા હવે કુલ 12 સભ્યોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ થઈ છે.
મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં રાજ્ય સરકારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ચાર સભ્યોની નિમણૂક આગામી અઢી વર્ષની મુદત માટે કરી છે. રાજ્ય સરકારે અન્ય સરકારી યુનિવર્સિટીઓની જેમ એમ કેબી યુનિવર્સિટીમાં પણ 4 સભ્યોની નિયુક્તિ કરી છે. જેમાં મૌલિક પાઠક, નિયતિ પંડ્યા, નરેન્દ્રસિંહ જાડેજા અને ડી.બી.ચુડાસમાનો સમાવેશ થાય છે મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં આઠ સભ્યો હતા તેમાં કુલપતિના હોદ્દાની રૂએ ડો. એમ એમ. ત્રિવેદી, કુલ સચિવના હોદ્દાની રૂએ ભાવેશભાઈ જાની ઉપરાંત ડો. એચ. એલ. ચાવડા, પ્રો. એસ.જી. વાઘેલા, પ્રો. આઈ આર ગઢવી, ડો. હેતલબેન મહેતા, ડો. રાજેશભાઈ ભટ્ટ અને ડો. કે.બી.કોકણી મળીને આઠ સભ્યો હતા તેમાં હવે રાજ્ય સરકાર દ્વારા આગામી અઢી વર્ષની મુદત માટે ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવતા હવે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કુલ 12 સભ્યો થયા છે.