For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં બે લાખ કૂતરાઓને 1.80 કરોડના ખર્ચે વિઝ્યુલ ઈયર ટેગ લગાવાશે

04:58 PM Oct 24, 2024 IST | revoi editor
અમદાવાદમાં બે લાખ કૂતરાઓને 1 80 કરોડના ખર્ચે વિઝ્યુલ ઈયર ટેગ લગાવાશે
Advertisement
  • કૂતરાઓને રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટીફિકેશન ટેગ લગાવાશે.
  • પાલતુ કૂતરાઓનું રજિસ્ટ્રેશન કરી તેના માલિક સાથે ઓળખ અપાશે,
  • ખાનગી એજન્સીને કામ સોંપાશે

અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાનું ખસ્સીકરણ કરવા છતાંયે કૂતરાની સંખ્યા વધતા જાય છે. ઉપરાંત ઘણા લોકો કૂતરા પાળી રહ્યા છે. એટલે શેરી ડોગ અને પાલતુ ડોગ બન્નેની વસતીમાં વલધારો થયો છે. આથી વિવિધ વિસ્તારમાંથી પકડાયેલા પાલતુ અને રખડતા કૂતરાંની ઓળખ પ્રસ્થાપિત કરવા એએમસીએ કૂતરાના ગળામાં રેડીયો ફ્રીકવન્સી આઈડેન્ટીફીકેશન ડેટા ટેગ અને ચીપ લગાવશે. આર.એફ.આઈ.ડી.ટેગ અને વિઝયુલ ઈયર ટેગ લગાવવા રુપિયા 1.80 કરોડની મર્યાદામાં બે વર્ષ માટે મે.બીઝ ઓરબીટ ટેકનોલોજી નામની સંસ્થાને કામગીરી અપાશે. રખડતા પશુઓ બાદ હવે શહેરમાં રાખવામાં આવતા પાલતુ કૂતરાંનું રજિસ્ટ્રેશન કરી તેના માલિક સાથે ઓળખ આપવામાં આવશે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં એક અંદાજ મુજબ બે લાખ જેટલી કૂતરાંની વસ્તી છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ કરાવવા શહેરમાં પાલતુ તેમજ રખડતા કૂતરાંને તેનુ ખસીકરણ કરવામાં આવ્યા બાદ તેની ઓળખ ઉભી કરવા આર.એફ.આઈ.ડી.ચીપ તેમજ વિઝયુલ ઈયર ટેગ લગાવવા મંજુરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવી છે. મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગના સૂત્રોના કહેવા મુજબ વિભાગ તરફથી પશુ ત્રાસ અટકાવ પોલીસી તથા એબીસી ડોગ રુલ્સ-2023 મુજબ રખડતા કૂતરાંની સાથે પાલતુ કૂતરાંને પણ આર.એફ.આઈ.ડી.ચીપ લગાવવાની સાથે કૂતરાંના માલિક તથા કૂતરાંનું રજિસ્ટ્રેશન કરી ઓળખ આપવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રખડતા કૂતરાંને પકડી તેનુ ખસીકરણ કરવામાં આવે છે .હવે રખડતા અને પાલતુ કૂતરાંની ઓળખ ઉભી કરવા આર.એફ.આઈ.ડી.માઈક્રો ચીપ લગાવવા કૂતરાં દીઠ રુપિયા 285 વિઝયુઅલ ઈયર ટેગ લગાવવા કૂતરાં દીઠ રુપિયા 30નો ભાવ એજન્સી તરફથી આપવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement