હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વડોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત

05:45 PM May 01, 2025 IST | revoi editor
Advertisement

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસે  હીટ એન્ડ રનના બનાવમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજા બનાવમાં શહેરના ભાયલી વાસણા રોડ પર પંચમુખી હાઉસિંગ ફ્લેટમાં રહેતા 42 વર્ષના ચંદ્રેશ ભરત જાદવ વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પરથી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Advertisement

શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને વડોદરા પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે 48 પર અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે. ગત મોડી રાત્રે ગોલ્ડન ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બાઇકચાલક મનોજ પ્રભુદાસ પરમારનું અજાણ્યા વાહને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ગોલ્ડન બ્રિજ પાસે ગત મોડી રાત્રે એક અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી બાઇક ચાલક મનોજ પ્રભુદાસ પરમાર (ઉ.વ. 39, રહે. લાલજીપુરા, સોખડા, તા.જી. વડોદરા)ને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં મનોજને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં શહેરના ભાયલી વાસણા રોડ પર પંચમુખી હાઉસિંગ ફ્લેટમાં રહેતા 42 વર્ષના ચંદ્રેશ ભરત જાદવ વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પરથી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Advertisement

અકસ્માતના પ્રથમ બનાવમાં હરણી પોલીસ મથકમાં મૃતકના કાકા નટવરસિંહ પરસોત્તમદાસ પરમાર (ઉ.વ. 50, રહે. ત્રિમૂર્તિ હાઉસિંગ સોસાયટી, ન્યૂ સમા રોડ, વડોદરા)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓનો ભત્રીજો બાઇક લઈને જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા ચાલકે અડફેટે લઈ ભાગી ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મનોજનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના કાકા નટવરસિંહ પરમારે જણાવ્યું હતું કે, તે રાત્રે લગ્ન પ્રસંગથી આવતો હતો. મનોજ  મંજુસર GIDCમાં નોકરી કરતો હતો. અજાણ્યા વાહનની ટક્કરે તેનું મોત નિપજ્યું છે. એના પિતા રિટાયર્ડ છે અને તેઓ અગાઉ GSFCમાં નોકરી કરતા હતા.

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharHIT AND RUNLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samachartwo deathstwo incidentsVadodara Highwayviral news
Advertisement
Next Article