For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જસદણના ગઢડિયા ચોકડી નજીક હીટ એન્ડ રન, કારની અડફેટે રાહદારી દંપત્તીનું મોત

05:08 PM Feb 20, 2025 IST | revoi editor
જસદણના ગઢડિયા ચોકડી નજીક હીટ એન્ડ રન  કારની અડફેટે રાહદારી દંપત્તીનું મોત
Advertisement
  • પતિ-પત્ની રોડ ક્રોસ કરતા હતા ત્યારે કારે અડફેટે લીધા
  • પતિનું ઘટના સ્થળે અને પત્નીનું સારવાર દરમિયાન મોત
  • પોલીસે કારચાલકની શોધખોળ આદરી

રાજકોટઃ જિલ્લાના જસદણ રોડ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં દંપતીનું મોત નીપજ્યું હતુ. જસદણ નજીક ગઢડીયા અને ગોખલાણા ચોકડી વચ્ચે આવેલા ફાર્મ હાઉસ પાસે દંપતી રોડ ક્રોસ કરતું હતું, ત્યારે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા કાર ચાલકે દંપતીને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ પતિનું ઘટના સ્થળે અને તેના પત્નીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અકસ્માત બાદ કાર સાથે તેનો ચાલક નાસી ગયો હતો.

Advertisement

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, રાજકોટ જિલ્લાના જસદણમાં રહેતા જુગાભાઇ પોપટભાઈ શાપરા (ઉ.વ.58) અને તેમના પત્ની સામુબેન જુગાભાઈ શાપરા (ઉ.વ.55) રાત્રિના આઠેક વાગ્યા આસપાસ ગોખલાણા અને ગઢડીયા ચોકડી વચ્ચે આવેલા માનસી ફાર્મ હાઉસ પાસે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જુગાભાઈ શાપરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સામુબેન શાપરાને તાત્કાલિક સારવાર માટે જસદણ બાદ રાજકોટ ખસેડાયા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું.

હિટ એન્ડ રનની ઘટનામાં દંપતીનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક જુગાભાઈ અને સામુબેનને સંતાનમાં એક પુત્ર છે. દંપતી માનસી ફાર્મ હાઉસમાં ચોકીદારી કરતા હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરતા અકસ્માત સર્જનાર કારચાલક હોવાનું સામે આવ્યું છે. જસદણ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement