For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર સચિવાલયના ગેઈટ પાસે જ પોલીસ દ્વારા હેલ્મેટ ઝૂંબેશ, કર્મચારીઓ દંડાયા

05:55 PM Oct 21, 2024 IST | revoi editor
ગાંધીનગર સચિવાલયના ગેઈટ પાસે જ પોલીસ દ્વારા હેલ્મેટ ઝૂંબેશ  કર્મચારીઓ દંડાયા
Advertisement
  • દ્વીચક્રી વાહનચાલક કર્મચારીઓ માટે હેલ્મેટ ફજરિયાત,
  • હેલ્મેટ વિના સ્કૂટર કે બાઈક લઈ આવતા કર્મચારીઓને પ્રવેશબંધી,
  • 25મી ઓક્ટોબર સુધી ખાસ ડ્રાઈવ યોજાશે

ગાંધીનગરઃ રાજ્યમાં હેલ્મેટના કાયદાનું પાલન ન કરવા અંગે હાઈકોર્ટની ઝાટકણી બાદ દ્વીચક્રી વાહનો લઈને આવતા સરકારી કર્મચારીઓને માટે હેલ્મેટ ફરજિયાત બવાવવામાં આવ્યો છે. એટલે કે સ્કૂટક કે બાઈક પર કચેરીઓમાં આવતા કર્મચારીઓએ હેલ્મેટ ન પહેર્યો હોય તો પ્રવેશ આપવામાં આવતો નથી. રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.સચિવાલયના તમામ વિભાગના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. ત્યારે ઓફિસ અવર્સમાં પોલીસ દ્વારા હેલ્મેટના નિયમોની અમલવારી માટે સચિવાલયનાં ગેટ બહાર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને હેલ્મેટ વિનાના વાહન ચાલક કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

ગુજરાત રાજ્યમાં વધતા જતા અકસ્માતના પગલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ અકસ્માતના આંકડા ઘટાડવા માટે રાજ્ય સરકારે હેલ્મેટ ફરજિયાત કર્યું છે. જેની શરુઆત સરકારી કર્મચારીથી કરી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારી અને કચેરીમાં આવતા તમામ લોકો માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. જો કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વગર ટુવ્હીલર પર આવશે તો કચેરીમાં પ્રવેશ નહીં મળે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે સચિવાલય ગેટની બહાર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓફિસ અવર્સમાં પોલીસ દ્વારા સચિવાલયના ગેટની બહાર કાર્યવાહી કરવામાં આવતાં ઘણા ખરા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વિનાનાં મળી આવ્યા હતા. જેઓની સામે નિયમ મુજબ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જો કે સરકારે પરિપત્રનાં લીધે જેતે વિભાગના વડાઓએ પોતાના કર્મચારીઓને અગાઉથી જ સૂચનાઓ મોકલી આપવામાં આવી હતી. જેને લઈને મોટા ભાગે કર્મચારીઓ આજે હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા 25 મી ઓક્ટોબર સુધી ખાસ ટ્રાફિક પણ યોજવામાં આવી છે. જે અન્વયે શહેરના મહત્ત્વના સર્કલ, હાઇવે રોડ પર પણ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement