For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

11:58 AM Jun 06, 2025 IST | revoi editor
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Advertisement

અમદાવાદઃ હાલ ગુજરાતના હવામાનમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ ગરમીનો પ્રકોપ પણ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાપમાનના આંકડા મુજબ, રાજ્યમાં ગરમીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Advertisement

જોકે, હવામાન વિભાગે આજે, શુક્રવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દર્શાવે છે કે રાજ્યના જુદા જુદા ભાગોમાં હવામાનની પેટર્ન અલગ-અલગ જોવા મળી રહી છે, જ્યાં એક તરફ ગરમીનો પારો ઊંચો છે, તો બીજી તરફ મેઘરાજાની પધરામણી પણ થઈ રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement