હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

12:40 PM May 31, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યારે ગરમી અને વરસાદ બંને પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં એક તરફ ગરમી વધી તો બીજી તરફ વરસાદની પણ આગાહી કરી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પાર થયું છે. બીજી તરફ રાજ્યા મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોરના સમયે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Advertisement

ઉનાળામાં હવામાન વિભાગ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાગની આગાહી કરી છે. તેમજ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સેમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પાર ગયું છે. રાજ્યમાં 33 ડિગ્રીથી લઈને 42.1 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું છે. જેમાં 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે દ્વારકામાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Advertisement

દેશમાં દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. ચોમાસું હવે કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી. હાલમાં અરબી સમુદ્રમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. તેથી આગામી એક કે બે દિવસમાં વર્તમાન સિસ્ટમ નિષ્ક્રિય થતાંની સાથે જ ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે. પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે.

હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં થઈ રહેલો વરસાદ પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિનો ભાગ છે. આ પૂર્વ-ચોમાસાના વરસાદને કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આગામી દિવસોમાં, વાતાવરણ ધીમે-ધીમે ખુલશે અને સૂર્ય ઉગવાની સાથે તાપમાન પણ વધશે. તેથી આપણે હજુ પણ દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે લાંબો સમય રાહ જોવી પડશે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiforecastGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharheavy rainLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesNorth and South GujaratPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharsaurashtraTaja Samacharviral news
Advertisement
Next Article