For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આરોગ્ય વિભાગની એડવાઈઝરી, જન્મના દાખલામાં માતાનું નામ અને અટક લખી શકાશે

06:05 PM Nov 26, 2025 IST | Vinayak Barot
આરોગ્ય વિભાગની એડવાઈઝરી  જન્મના દાખલામાં માતાનું નામ અને અટક લખી શકાશે
Advertisement
  • ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટના નવા નિયમો લાગુ,
  • બાળકના પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર લઈ શકાશે,
  • હવેથી બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે.  

ગાંધીનગરઃ  રાજ્યમાં જન્મ પ્રમાણપત્રની નોંધણીને લઈને આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં બાળકના નામ સાથે માતા-પિતાના નામ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે.   હવેથી બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે. બાળકના નામ પાછળ માતાનું નામ અને અટક રાખવા જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પડશે. કોર્ટ કસ્ટડીના હુકમ સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડશે. માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાશે. બાળકના પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર લઈ શકાશે.

Advertisement

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્ય કક્ષાએથી જન્મ મરણના સંબંધિત રજિસ્ટ્રારો દ્વારા સહાયક દસ્તાવેજોને આધારે અરજદારને જન્મ-મરણના પ્રમાણપત્રમાં જરૂરી સુધારા/વધારા કરી આપવાના થાય છે."અરજદારની દ્વારા જન્મ કે મરણ પ્રમાણપત્રમાં કોઇ પણ જાતનો સુધારો કરવો હોય તો જે-તે રજિસ્ટ્રાર એક જ વાર સુધારો કરી શકે છે. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં, જો સરકાર તરફથી નિયમોમાં ફેરફાર થાય અને જન્મ મરણની નોંધમાં ફેરફાર કરવાની જરૂર પડે તો રજિસ્ટ્રાર દ્વારા સહાયક આધાર/પુરાવાને આધારે સુધારો કરવાનો રહે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement