For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં મોદક ખાવાની સ્પર્ધામાં 9 લાડુ આરોગીને પ્રથમ વિજેતા બન્યા

06:15 PM Aug 27, 2025 IST | Vinayak Barot
જામનગરમાં મોદક ખાવાની સ્પર્ધામાં 9 લાડુ આરોગીને પ્રથમ વિજેતા બન્યા
Advertisement
  • બાળકો, મહિલાઓ અને પુરૂષોની અલગ-અલગ સ્પર્ધા યોજાઈ હતી,
  • મહિલાઓમાં 7 લાડુ અને બાળકોમાં 4 લાડુ આરોગી વિજેતા બન્યા,
  • 100 ગ્રામનો એક એવા 9 લાડુ આરોગી નાનાજીભાઈ વિજેતા બન્યા

જામનગરઃ  શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા આજે ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા યોજાતા 100 ગ્રામનો એક એવા 9 લાડુ આરોગીને પુરુષ વિભાગમાં નાનજીભાઈ મકવાણા વિજેતા બન્યા હતા. જ્યારે મહિલા વિભાગમાં મહિલા વિભાગમાં સતત પાંચમાં વર્ષે પદ્મિનીબેન ગજેરા 07 લાડુ આરોગીને વિજેતા થયા છે. તેમજ બાળકોના વિભાગમાં 04-04 લાડુ ખાઇને નક્ષ હિંડોચા અને રિશિત આચાર્ય વચ્ચે ટાઇ થઇ હતી. જોકે, ચિઠ્ઠી ઉલાળીને નક્ષને વિજેતા જાહેર કરાયો હતો. મોદક આરોગવાની આ સ્પર્ધામાં 59 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બાળકો, બહેનો અને ભાઈઓની ત્રણ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

જામનગરમાં છેલ્લા 17 વર્ષથી ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 18માં વર્ષમાં પણ અલગ-અલગ ત્રણ કેટેગરીમાં કુલ 59 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પુરુષ વિભાગમાં નાનજીભાઈ મકવાણાએ 09 લાડુ આરોગીને સતત બીજા વર્ષે પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે મહિલા વિભાગમાં સતત પાંચમાં વર્ષે પદ્મિનીબેન ગજેરા 07 લાડુ આરોગીને વિજેતા થયા છે. તો બાળકોના વિભાગમાં 04-04 લાડુ ખાઇને નક્ષ હિંડોચા અને રિશિત આચાર્ય વચ્ચે ટાઇ થઇ હતી. જોકે, ચિઠ્ઠી ઉલાળીને નક્ષને વિજેતા જાહેર કરાયો હતો.

જામનગરની સંસ્થા બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ ઓપન સૌરાષ્ટ્ર લાડુ આરોગવાની મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત ખંભાળિયા, પોરબંદર, રાજકોટ સહિતના 59 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.  સ્પર્ધામાં ભાગ લેનારા પ્રત્યેક સ્પર્ધકને 100 ગ્રામનો એક લાડુ તથા દાળ પીરસવામાં આવ્યા હતા. જેમાં ઘઉંનો લોટ, દેશી ગોળ, જાયફળ, ખસખસ, તથા ડ્રાયફ્રૂટ્સ તથા શુદ્ધ ઘી વગેરેનું મિશ્રણ કરીને લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા.  લાડુ સ્પર્ધા બાળકો, બહેનો અને ભાઈઓ એમ ત્રણ વિભાગમાં યોજાઈ હતી. જેમાં બાળકોના વિભાગમાં નકશ હરેશભાઈ હિંડોચા ચાર લાડુ સાથે પ્રથમ સ્થાને વિજેતા બન્યા હતા, જ્યારે રીશીત વિપુલભાઈ આચાર્ય સાડા ત્રણ લાડુ સાથે બીજા સ્થાને, અને વ્યોમ ધવલભાઈ વ્યાસ અઢી લાડુ સાથે ત્રીજા સ્થાને વિજેતા બન્યા છે.

Advertisement

બહેનોના વિભાગમાં પદ્મિનીબેન ગજેરા 7 લાડુ સાથે પ્રથમ સ્થાને, પ્રેમિલાબહેન વોરા સાડા છ લાડુ સાથે દ્વિતીય સ્થાને, અને જાગૃતીબહેન હરણીયા સાડા પાંચ લાડુ સાથે તૃતીય સ્થાને વિજેતા બન્યા છે. ભાઈઓના વિભાગમાં નવીનભાઈ હમીરભાઈ મકવાણા 9 લાડુ સાથે પ્રથમ સ્થાને વિજેતા બન્યા છે, તે જ રીતે જેઠાભાઈ ગોવિંદભાઈ રાઠોડ 8 લાડુ સાથે બીજા સ્થાને અને શૈલેષભાઈ ગોવિંદભાઈ વૈષ્ણવ 6 લાડુ સાથે ત્રીજા સ્થાને વિજેતા બન્યા છે. તમામ વિજેતા સ્પર્ધકોને રોકડ પુરષ્કાર, મોમેન્ટ વગેરે આપીને પુરસ્કૃત કરાયા હતા. સંસ્થાના પ્રમુખ આનંદભાઈ દવે અને તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી.

Advertisement
Tags :
Advertisement