For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં મેગા ડિમોલિશન, બે દિવસમાં 100 મકાનો અને 4 ધાર્મિક દબાણો હટાવાયા

05:57 PM Nov 27, 2025 IST | Vinayak Barot
ભાવનગરમાં મેગા ડિમોલિશન  બે દિવસમાં 100 મકાનો અને 4 ધાર્મિક દબાણો હટાવાયા
Advertisement
  • મ્યુનિ. કોર્પોરેશને પોલીસ-એસઆરપીના બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરી
  • શહેરના નવા પરા કબ્રસ્તાન બાદ ફુલસરમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ
  • દબાણકર્તાઓને અગાઉ માલિકી આધાર પુરાવા રજૂ કરવા અંગે નોટિસો અપાઈ હતી

ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જૂદા જૂદા વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અને છેલ્લા બે દિવસમાં ગેરકાયદે 100 મકાનો તેમજ ચાર જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. ગઈકાલે શહેરના નવાપરા કબ્રસ્તાન પાસેના એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો મળી 60 કરોડની 3 હજારથી 3,500 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ હતી. ત્યારબાદ આજે શહેરના ફૂલસર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફૂલસર ટીપી સ્કીમ 2 (A)ના રિઝર્વેશન પ્લોટ અને 18 મીટરનો રસ્તો ખુલ્લો  બીએમસીની ટીમ અને પોલીસકાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 70થી વધુ કાચાં-પાકાં મકાનો અને 3 ધાર્મિક સ્થાન સહિતનાં દબાણો દૂર કરાયાં હતાં.

Advertisement

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકવાડા મદરેસા બાદ ગઈકાલે શહેરના નવાપરા કબ્રસ્તાન પાસે દબાણો દૂર કરાયાં બાદ આજે ફૂલસરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપી સ્કીમ 2 (એ) હેઠળ રિઝર્વ પ્લોટ અને 18 મીટરનો રસ્તો ખુલ્લો કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. અંદાજિત 60 કરોડની કિંમતની 16,500 ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરવા માટે 70થી વધુ કાચાં-પાકાં મકાનો અને 3 ધાર્મિક સ્થાન સહિતનાં દબાણો દૂર કરાયાં હતાં.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ફૂલસર વિસ્તારમાં આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફૂલસર ટીપી સ્કીમ 2 (A)ના રિઝર્વેશન પ્લોટ અને 18 મીટરનો રસ્તો ખુલ્લો કરવા આજે વહેલી સવારથી કોર્પોરેશનની મોટી ટીમ અને પોલીસકાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણકર્તાઓને અગાઉ માલિકી આધાર પુરાવા રજૂ કરવા અંગે નોટિસો આપવામાં આવી હતી. દબાણકર્તાઓએ આધાર પુરાવા રજૂ ન કરતાં મ્યુનિની જગ્યા ખાલી કરવા અંદાજિત 70થી વધુ કાચાં-પાકાં મકાનો, 3 ધાર્મિક સ્થાન અને રિઝર્વ પ્લોટમાં થયેલાં દબાણો મળી અંદાજિત 16,500 ચોરસમીટર જગ્યા પર 4 જેસીબી અને 2 ડમ્પરની મદદથી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ કામગીરીમાં ફાયર ટીમ, PGVCL ટીમ અને 60થી વધુ પોલીસકર્મીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

 

Advertisement
Tags :
Advertisement