For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હર્ષ સંઘવીએ કચ્છની સરહદે રાષ્ટ્રીય ગીતના 150 વર્ષની ઉજવણી કરી

11:29 AM Nov 07, 2025 IST | revoi editor
હર્ષ સંઘવીએ કચ્છની સરહદે રાષ્ટ્રીય ગીતના 150 વર્ષની ઉજવણી કરી
Advertisement

ભૂજઃ "વંદે માતરમ્" ગીતના 150 વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્ર ગીતનું સમૂહગાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને "સ્વદેશી અપનાવવા" આહવાન કર્યું હતું.

Advertisement

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘણીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતમાં દેશની એકતાના દર્શન થાય છે. સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્ર ગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ રાષ્ટ્ર ગીત દેશભક્તિ, ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્ર ગીતના 150 વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને આ અવસરને મનાવવામાં આવી રહ્યો છે. સીમાઓથી લઈને સમુદ્ર તટ સુધી રાષ્ટ્ર ગીતનું સમૂહગાન કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ BSF જવાનો સાથે તેમની વચ્ચે જઈને સંવાદ સાથે ચાય પે ચર્ચા કરી હતી. સાથે જ નાયબ મુખ્યમંત્રીશ્રીએ જવાનો સાથે સ્વદેશી અપનાવવા શપથ લીધા. આ પ્રસંગે અગ્રણી દેવજીભાઈ વરચંદ, રેન્જ આઇજી ચિરાગ કોરડીયા અને વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, 176 બીએસએફ બટાલિયનના કમાન્ડન્ટ યોગેશ કુમાર સહિત અધિકારી, પદાધિકારીઓ, પોલીસ જવાનો અને બીએસએફ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement