હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

જામનગરમાં ગુરૂદ્વારામાં ગુરૂનાનકની 556મી જન્મ જ્યંતી હર્ષોલ્લાસથી ઊજવાઈ

05:40 PM Nov 05, 2025 IST | Vinayak Barot
Advertisement

જામનગરઃ ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે ગુરૂ નાનકની 556મી જન્મ જ્યંતિની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુસિંઘ સભામાં ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી.  પરોઢિયે પ્રારંભે ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનો આરંભ કરવામાં આવ્યો હતો, અને વિવિધ વિસ્તારમાં ભ્રમણ કર્યું હતું, જેમાં અનેક શીખ સંપ્રદાયના ભાઈઓ બહેનો તથા સિંધી સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ઉપરાંત ગુરુ દ્વારા ગુરુસિંઘ સભામાં સેહજ પાઠનો પ્રારંભ કરાયો હતો,  જેની આજે સમાપ્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ શબ્દ કીર્તન અને ગુરુ કે લંગર (મહાપ્રસાદ) નું પણ આયોજન કરવા આવ્યુ હતુ, જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા( સંગત) બહોળી સંખ્યામાં જોડાયા હતા.

Advertisement

ગુરુનાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તા જી  અને પિતા મેહતા કાલૂ જીના  ઘરે નાનકાણા સાહેબમાં  થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે , શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુનાનક દેવજી હતા, તેમના ૩ સિદ્ધાંતો હતા 'નામ જપો; કીર્તન કરો અને વંડ છકો,, અર્થાત હંમેશા ભગવાનને યાદ કરો, મહેનત કરો અને એક બીજા હળી-મળીને સંપીને લોકોની સેવા કરો, ગુરુનાનકજીએ આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા, ત્યાં તે જોતીજોત સમાગએ [દેવલોક] ગયા હતા.

આજે સમગ્ર વિશ્વ ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિ ઉજવી રહી છે, ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા હતા. આજે  10.30 વાગે સેહજ પાઠજીની સમાપ્તિ કરવા આવી હતી, તે પછી દિલ્હીથી વિશેષ મહેમાનભાઈ સાહેબ જસપાલ સિંઘજીએ કથા અને શબ્દ કીર્તન, કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 'ગુરુકા લંગર' પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ હતું, જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

Advertisement

Advertisement
Tags :
556th Birth Anniversary of Guru NanakAajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharGurdwarajamnagarLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article