For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં ગુરૂ નાનકની 555મી જન્મ જ્યંતિ હર્ષોલ્લાસ સાથે ઊજવાઈ

06:46 PM Nov 15, 2024 IST | revoi editor
જામનગરમાં ગુરૂ નાનકની 555મી જન્મ જ્યંતિ હર્ષોલ્લાસ સાથે ઊજવાઈ
Advertisement
  • ગુરૂદ્વારાથી પ્રભાત ફેરી યોજાઈ,
  • શબ્દ કીર્તન અને ગરૂ કા લંગર પ્રસાદમાં ભાવિકો જોડાયા,
  • સેહજપાઠજીની સમાપ્તિ કરવા આવી

 જામનગરઃ  શહેરના ગુરુદ્વારા ગુરુસિંઘ સભામાં આજે ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી ઊજવવામાં આવી હતી. ગુરુદ્વારા ખાતેથી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સેહજ પાઠનો આરંભ કરવામાં આવ્યો હતો. સેહજપાઠજીની સમાપ્તિ કરવા આવી હતી. તે પછી શબ્દ કીર્તન અને ત્યારબાદ ગુરુ કા લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરવા આવ્યુ હતુ. જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Advertisement

ગુરુનાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મેહતા કાલૂજીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે, શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુનાનક દેવજી હતા, તેમના ત્રણ સિદ્ધાંતો હતા 'નામ જપો; કીર્તન કરો અને વંડ છકો, અર્થાત હંમેશા ભગવાનને યાદ કરો, મહેનત કરો અને એક બીજા હળી-મળીને સંપીને લોકોની સેવા કરો, તેમણે આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા ત્યાં તે જોતીજોત સમાગએ (દેવ લોક) ગયા હતા.

આજે સમગ્ર વિશ્વમાં ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતિ ઉજવી રહી છે, ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, આજ રોજ 10.00 વાગે સેજ પાઠજીની સમાપ્તિ કરવા આવી હતી. તે પછી ગંગાનગરથી વિશેષ મહેમાન સાહેબ ગગનદીપ સિંઘજી શબ્દ કીર્તન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 'ગુરુ કા લંગર' પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ હતું. જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકો ભાગ લીધો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement