For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતને આંગણવાડી માટે બે વર્ષમાં રૂ.2039 કરોડ ફાળવાયા પણ 828 કરોડ ખર્ચાયા જ નહીં

05:21 PM Jul 24, 2025 IST | Vinayak Barot
ગુજરાતને આંગણવાડી માટે બે વર્ષમાં રૂ 2039 કરોડ ફાળવાયા પણ 828 કરોડ ખર્ચાયા જ નહીં
Advertisement
  • ગુજરાતમાં 10 હજાર આંગણવાડી પણ ભાડાંના મકાનમાં ચાલે છે,
  • રાજ્યની 2788 આંગણવાડીમાં કોઇ વર્કર નથી,
  • ફંડ વપરાયું નહીં છતાં વર્ષ 2025-26માં જુન સુધી વધુ 151 કરોડ ફાળવાયા

અમદાવાદઃ  ગુજરાતમાં આંગણવાડીના સંચાલન અને બાળકોને પોષણક્ષમ ભોજન મળી રહે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોની રકમ ફળવવામાં આવે છે. જેમાં આંગણવાડી-પોષણ મિશન 2.0 હેઠળ 2022-23 અને 2023-24માં ગુજરાતને કુલ 2039 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, તેમાંથી 828 કરોડ ખર્ચાયા જ નથી. ગુજરાતમાં બાળકોમાં કૂપોષણમાં પ્રમાણ વધુ છે. ત્યારે કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાયનો પણ પુરેપુરો ઉપયોગ કરવામાં આવતો નથી. બે વર્ષમાં ગુજરાતમાં 828 કરોડ વણવપરાયેલા રહ્યા હતા, તેમ છતાં ગુજરાતને 2024-25માં 601 કરોડ અને 2025-26માં જૂન સુધી 151 કરોડ રૂપિયા સક્ષણ આંગણવાડી માટે ફાળવાયા છે.

Advertisement

ગુજરાતમાં 2601 ગ્રામ પંચાયત પાસે પોતાના મકાન નથી, જ્યારે  628 આંગણવાડી પંચાયત બિલ્ડિંગમાંથી ચાલે છે. રાજ્યસભામાં સરકારે આપેલા જવાબ મુજબ, મિશન સક્ષમ આંગણવાડી-પોષણ મિશન 2.0 હેઠળ 2022-23 અને 2023-24માં ગુજરાતને કુલ 2039 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, તેમાંથી 828 કરોડ ખર્ચાયા જ નથી. જે દેશમાં સૌથી વધુ છે. કુલ 14648 પંચાયતમાંથી 2601 અને 53065 આંગણવાડીમાંથી 15875 પાસે પોતાનું મકાન નથી. 10181 હજાર આંગણવાડી ભાડાના મકાનમાંથી ચાલે છે. જ્યારે 1798 કમ્યુનિટી હોલમાંથી ચાલે છે.

આ ઉપરાંત ગુજરાતમાં 53 હજાર આંગણવાડીમાંથી 2788માં કોઇ વર્કર નથી. જ્યારે 4168 આંગણવાડીમાં કોઇ હેલ્પર પણ નથી. એક આંગણવાડી વર્કરને મહિને 5500 રૂપિયા માનદ વેતન અપાય છે.

Advertisement

ગુજરાતમાં આંગણવાડી માટે પોષણ મિશન 2.0 હેઠળ 2022-23 અને 2023-24માં ગુજરાતને કુલ 2039 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાં બે વર્ષમાં ગુજરાતમાં 828 કરોડ વણવપરાયેલા રહ્યા હતા, તેમ છતાં ગુજરાતને 2024-25માં 601 કરોડ અને 2025-26માં જૂન સુધી 151 કરોડ રૂપિયા સક્ષણ આંગણવાડી માટે ફાળવાયા છે. દેશના વિવિધ રાજ્યોમાં આ મિશન માટે ફાળવાયેલા ફંડમાંથી કુલ 3350 કરોડ ખર્ચ થયા નથી. તેમાં સૌથી વધુ 25% એટલે કે 828 કરોડનો હિસ્સો માત્ર ગુજરાતમાંથી છે. જ્યારે બિહારમાં 310 કરોડ વપરાયા નથી.

Advertisement
Tags :
Advertisement