For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતે 2047 સુધીમાં 2000 MMTPA કાર્ગો હેંડલિંગનું લક્ષ્ય રાખ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ

05:04 PM Dec 11, 2024 IST | revoi editor
ગુજરાતે 2047 સુધીમાં 2000 mmtpa કાર્ગો હેંડલિંગનું લક્ષ્ય રાખ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ
Advertisement

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મેરિટાઈમ હેરિટેજના પુન: શક્તિ સંચાર માટે પોર્ટ લેડ ઈકોનોમીનો જે મંત્ર આપ્યો છે તેને ગુજરાતે પોર્ટ લેડ ડેવલપમેન્ટ દ્વારા દેશમાં સૌથી વધુ 38 ટકા કાર્ગો હેંડલિંગથી સાકાર કર્યો છે. મુખ્યમંત્રીએ નવી દિલ્હીમાં ભારત સરકારની પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ -2024ના ઉદઘાટન સત્રમાં સંબોધન કર્યું હતું.

Advertisement

આ દ્વિ-દિવસીય કોન્કલેવનો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીએ પ્રારંભ કરાવ્યો હતો આ અવસરે કેન્દ્રિય પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ, લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયા, કલ્ચર એન્ડ ટુરિઝમ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, પોર્ટ્સ, શીપિંગ એન્ડ વોટરવેઝ રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પુરાતન અને ભવ્ય દરિયાઈ વિરાસતની વિશેષતાનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતું ગુજરાત હજારો વર્ષોથી સમુદ્રી માર્ગે વેપાર-વાણિજ્ય, સાંકૃતિક આદાન-પ્રદાન અને નવિનતાની તકો પુરી પાડે છે.

Advertisement

તેમણે ઉમેર્યું કે, પ્રાચીન કાળના ધમધમતા બંદરોથી લઈને વર્તમાનમાં આધુનિક હાઈટેક મેરિટાઈમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ગ્લોબલ કંપનીઝ અને ઈન્વેસ્ટર્સ માટે પ્રથમ પસંદ બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યના પુરાતન બંદરગાહ લોથલમાં નિર્માણ થનારું સૌથી મોટું નેશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ અને લાઈટહાઉસ મ્યુઝિયમ તેમજ ઓપન એક્વાટિક ગેલેરી વગેરે આધુનિક આયામો મેરિટાઈમ સેક્ટરમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’નું દિશા દર્શન કરાવશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત @2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવામાં મેરિટાઈમ સેક્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પમાં અગ્રેસરતાની નેમ સાથે ગુજરાતે 2047 સુધીમાં 2000 MMTPA કાર્ગો હેંડલિંગનું લક્ષ્ય રાખ્યું છે.

આ હેતુસર, ઈન્ફ્રાસ્ક્ચર ડેવલપમેન્ટમાં ઈન્વેસ્ટમેન્ટ, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ ડેવલપમેન્ટ અને તેના મોર્ડેનાઈઝેશન તેમજ એક્સપાન્સન પર રાજ્ય સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે. તેની પણ વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. આ કોન્કલેવમાં સંબંધિત કેન્દ્રિય મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ રાજ્યોના અધિકારીઓ, પ્રતિનિધિઓ પણ સહભાગી થયા હતા.

Advertisement
Tags :
Advertisement