For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદ 107 ટકા નોંધાયો, 127 ડેમ હાઈ એલર્ટ પર

04:55 PM Sep 08, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદ 107 ટકા નોંધાયો  127 ડેમ હાઈ એલર્ટ પર
Advertisement
  • દક્ષિણ ગુજરાતમાં 110.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 117.03 ટકા સીઝનનો વરસાદ પડ્યો,
  • કચ્છમાં સીઝનનો 116,12 ટકા વરસાદ નોંધાયો,
  • રાજ્યમાં સૌથી વધુ કપરાડામાં સીઝનનો 129 ઈંચ વરસાદ પડ્યો,

અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવો ભરપુર બન્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં ચોમાસાની સીઝનનો 107 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સીઝનનો 117.03 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છમાં 116.12 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં સીઝનનો સૌથી વધુ વરસાદ કપરાડામાં 129 ઈંચ પડ્યો છે. જ્યારે રાજ્યના ચાર તાલુકા તો એવા છે કે, જ્યાં સિઝનમાં 100-100 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Advertisement

ગુજરાત પર છેલ્લા ચાર વર્ષથી મેઘરાજા મહેરબાન છે. રાજ્યમાં 2022થી સતત સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. આ વર્ષે પણ 7 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 117.03 ટકા અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ-મધ્ય ઝોનમાં 107 ટકા જ્યારે સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 93 ટકા વરસાદ પડ્યો છે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ચાર વર્ષ સરેરાશ કરતા વધુ વરસાદ વરસ્યો છે. 2024માં રાજ્યમાં સરેરાશ સામે 143 ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે 2021માં સરેરાશ સામે 98 ટકા વરસાદ નોંધાયો હતો.  રાજ્યમાં છેલ્લા ચાર વર્ષની વાત કરીએ સિઝનમાં સરેરાશની સામે 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. 2024માં 27 ઓગસ્ટે જ રાજ્યમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો. તેની સામે આ વર્ષે 7 સપ્ટેમ્બરે સરેરાશની સામે 100 ટકા વરસાદ નોંધાયો. હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement