For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દેશમાં શિક્ષણ ક્ષેત્રે નબળી ગુણવત્તા ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશઃ કોંગ્રેસ

05:08 PM Oct 14, 2025 IST | Vinayak Barot
દેશમાં  શિક્ષણ ક્ષેત્રે નબળી ગુણવત્તા ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશઃ કોંગ્રેસ
Advertisement
  • ભાજપના પ્રદેશ અધ્યક્ષના સ્વાગતમાં શિક્ષકોને હાજર રાખવાના ફરમાન સામે વિરોધ,
  • 'પરખ' સર્વેક્ષણના તારણોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની યાદીમાં ગુજરાતનો સમાવેશ ન થયો,  
  • નબળુ પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં ગુજરાતનો સમાવેશ

અમદાવાદઃ ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા 'પરખ' (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે. સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ-10 પરફોર્મિંગ સ્ટેટ્સ)ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી. તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં થયો છે. તેમ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતુ.

Advertisement

તેમણે રાજ્યના શિક્ષણની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, એક તરફ ગુજરાતમાં 2022 માં એક શિક્ષકથી ચાલતી શાળા 700 થી વધારે હતી જ્યારે 2024 માં તે 1400થી વધારે થઈ ગઈ છે સાથે સાથે 32000 શિક્ષકોની ઘટ છે શાળામાં પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા નથી શાળાનું શિક્ષણ કથળી રહ્યું છે, રિઝલ્ટ બગડી રહ્યું છે શિક્ષકોને અન્ય જવાબદારીઓ તો વર્ષોથી આપવામાં આવે જ છે તેના કારણે તેમનો 80% થી વધુ કાર્યનો સમય શિક્ષણ સિવાયની અન્ય કામગીરીમાં લાગેલો રહે છે પરંતુ તે સિવાય છેલ્લા એક વર્ષથી સમગ્ર રાજ્યના શિક્ષણ ખાતાના અધિકારી ભાજપના દલાલ બનીને કાર્ય કરી રહ્યા છે. રાજકીય પક્ષના કાર્યક્રમમાં શિક્ષકોને ફરજ સોંપીને વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે. તાજેતરમાં જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આરૂઢ થયા છે તેમનો સ્વાગત સમારોહ દરેક શાળામાંથી બે શિક્ષકોને આવવા માટે ફરમાન કરાયુ હતુ. શિક્ષણ સિવાયની કામગીરીમાં શિક્ષકોનો 80 ટકા જેટલો સમય બરબાદ થઈ જાય છે તેના કારણે બાળકો ભણી શકતા નથી અથવા તો તેઓ સારું પરિણામ મેળવી શકતા નથી. શું આ રીતે ભણશે ગુજરાત ?

Advertisement
Advertisement
Tags :
Advertisement