હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતઃ દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની હાઈકોર્ટે આપી મંજૂરી

04:59 PM Nov 05, 2024 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં લોકો જ્યારે દિવાળી પર્વ મનાવી રહ્યા છે અને કોર્ટ આજથી ખુલી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં અત્યારે દિવાળી વેકેશન વચ્ચે તત્કાલ સુનાવણી માટે આવતા કેસોમાં આજે એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી. ગતરોજ એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી. જેમાં પીડિતાને 16 અઠવાડિયાં અને 2 દિવસનો ગર્ભ હોવાથી ગર્ભપાત કરાવવાનો ઈરાદો દર્શાવ્યો હતો. આજરોજ એક્સપર્ટ ડોક્ટરોની મેડિકલ તપાસ બાદ ગુજરાત હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના સંદર્ભે અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધાયેલો છે.

Advertisement

ગતરોજ પીડિતા તેના વકીલ સાથે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈ હતી અને તેની ઓળખાણ કોર્ટ સમક્ષ કરાઈ હતી. પીડિતાએ કોર્ટ સમક્ષ ગર્ભપાત કરવા પોતાનો ઇરાદો દર્શાવ્યો હતો. આ સંદર્ભે કોર્ટે સોલા સિવિલ હોસ્પિટલને નિર્દેશ આપતા જણાવ્યું હતું કે, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિનિયર ગાયનેકોલોજિસ્ટ વગેરે એક્સપર્ટ ડોક્ટરો યુવતીની મેડિકલ તપાસ કરશે. જે બાદ આજરોજ હાઈકોર્ટ સમક્ષ આ સંદર્ભની એફિડેવિટ પણ ફાઈલ કરવામાં આવી છે.

સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા યુવતીની મેડિકલ તપાસ બાદ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. મેડિકલ રિપોર્ટ મુજબ યુવતીને 17 અઠવાડિયા અને 4 દિવસનો ગર્ભ છે. હાઇકોર્ટે યુવતીને ગર્ભપાતની મંજૂરી આપતા તેના ગર્ભની પેસીના ડીએનએ ને આરોપી સામે પુરાવા તરીકે સાચવીને FSLમાં મોકલવા પણ નિર્દેશ અપાય હતા. યુવતી દુષ્કર્મનો શિકાર બની હોવાથી આ ગર્ભાવસ્થા તેના માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હતી. વળી જો તે બાળકને જન્મ આપે તો આગળ તેનું જીવન વધુ અઘરું બને તેમ હતું. સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંકી હાઇકોર્ટને પોતાના હુકમમાં નોંધ્યું હતું કે, સ્ત્રીનો તેના શરીર પર પૂરો અધિકાર છે. ગર્ભપાત કરાવવો કે નહીં તે સ્ત્રીનો જ નિર્ણય હોઈ શકે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharabortionApprovalBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharHIGH COURTLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRape victimSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article