હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં અત્યાર સુધી 40.74% સરેરાશ વરસાદ, 17 ડેમ છલકાયાં

02:46 PM Jul 05, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુએ જોર પકડ્યું છે અને અત્યાર સુધી રાજ્યમાં કુલ 359.24 મીમી એટલે કે 40.74% સરેરાશ વરસાદ નોંધાયો છે. વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની નોંધ સાથે અનેક ડેમ ભરાઈ ચૂક્યા છે અને કેટલીક નદીઓ પણ ઓવરફ્લો થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 201 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સર્વાધિક વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં 96 મીમી (3.78 ઇંચ) નોંધાયો છે. અન્ય મુખ્ય તાલુકાઓમાં બનાસકાંઠાના કાંકરેજ (91 મીમી), સુરેન્દ્રનગરના લાઠકર (87 મીમી), વલસાડ (82 મીમી) અને વાપી (80 મીમી) નો સમાવેશ થાય છે.

Advertisement

રાજ્યના કુલ 206 જળાશયો પૈકી લગભગ 17 ડેમો સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યા છે, જ્યારે 44 ડેમો 70%થી વધુ ભરાવ સાથે 'હાઈ એલર્ટ' પર છે. સૌથી વધુ 100% ભરેલા ડેમો અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મોરબી અને સુરન્દ્રનગર જેવા જિલ્લાઓમાં છે. નર્મદા ડેમ (સરદાર સરોવર) પણ 46.91% જળસંગ્રહ સાથે કાર્યરત છે, જેમાં 28,486 ક્યૂસેક પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. જામનગર જિલ્લામાં આવેલ રણજિતસાગર અને વાગડીયા નદીઓ ઓવરફ્લો સ્થિતિમાં છે, જ્યારે ડેમો અને તળાવો હજુ ઓવરફ્લો થયા નથી.

રાજ્યના વિવિધ જિલ્લામાં NDRF અને SDRFની કુલ 33 ટીમો તહેનાત છે. સૌથી વધુ ટીમો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લામાં રાખવામાં આવી છે. વડોદરા ખાતે બે રિઝર્વ ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે. વરસાદને કારણે વીજ પુરવઠામાં ખલેલ પડી હતી. રાજ્યના 14,303 ગામોમાંથી માત્ર 2 ગામમાં વીજ પુરવઠા કાર્ય ચાલુ કરવાની કામગીરી બાકી છે. કુલ 20247 પોઇલમાંથી 143 હજુ બદલવાના બાકી છે. 11 ટ્રાન્સફોર્મર કેન્દ્રોમાં પણ કામગીરી ચાલુ છે. IMD દ્વારા જારી સૂચન અનુસાર 5થી 7 જુલાઈ દરમિયાન દરિયામાં ન જવા માટે માછીમારોએ ચેતવણી આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article