For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ 32 માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે રૂ. 778.74 કરોડ મંજુર કરાયાં

11:05 AM Jan 08, 2025 IST | revoi editor
ગુજરાતઃ 32 માર્ગો પર નવા મેજર માઈનર પૂલોના બાંધકામ માટે રૂ  778 74 કરોડ મંજુર કરાયાં
Advertisement

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડવા માટેનો એક વધુ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા-પૂલોના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ 32 માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે 778.74 કરોડ રૂપિયાની કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપી છે.

Advertisement

મુખ્યમંત્રીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ધોરીનસ સમાન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરીને નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર સૌને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો અભિગમ અપનાવ્યો છે. એટલું જ નહીં, માર્ગો પરના સાંકડા પૂલ સ્ટ્રકચર્સને પહોળા કરીને લોકોને ટ્રાફિકજામ થવાની સમસ્યાથી મુક્તિ આપવા સહિત જુના અને નબળા હયાત પૂલો, સ્ટ્રક્ચર્સના સ્થાને મેજર-માઈનર પૂલોના પુન: બાંધકામ-મરામત વગેરે કામો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવા 265 કામો માટે સમગ્રતયા 1307 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે. માર્ગ મકાન વિભાગે મુખ્યમંત્રી સમક્ષ તાજેતરમાં રજૂ કરેલી 32 માર્ગો પરના નવા મેજર- માઈનર પૂલોના બાંધકામ માટેની 778.74 કરોડની દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે. પાછલા બે વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણના વિવિધ 297 કામો માટે કુલ 2086 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement