ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પૂરક પરીક્ષાનું 27.61 ટકા પરિણામ
- વિદ્યાર્થીઓનું પરિણામ 25.38 ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 31.65 ટકા આવ્યું,
- માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુન-જુલાઈમાં પુરત પરીક્ષા લેવામાં આવી હતી,
- GSEBની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી પરિણામ સરળતાથી જોઈ શકાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુન-જુલાઈ 2025માં લેવાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષા અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10નું પરિણામ 27.61 ટકા આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષા માટે 1,24,058 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાં 93904 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એમાં 25929 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પરિણામ 25.38 ટકા આવ્યું છે. જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 31.65 ટકા આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયેલા અને જે વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા માગતા હતા એવા વિદ્યાર્થીઓની જુન-જુલાઈમાં પુરક પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 10ની પરીક્ષા માટે 1,24,058 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાં 93904 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એમાં 25929 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પરિણામ 25.38 ટકા આવ્યું છે. જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 31.65 ટકા આવ્યું છે. પરીક્ષાનું કૂલ પરિણામ 27.61 ટકા આવ્યું છે.
ધોરણ 10ની નિયમિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી, પરંતુ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને જે વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા ઇચ્છતા હતા તેમની પૂરક પરીક્ષા જૂન મહિનામાં લેવાઈ હતી, જેનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં 27.61 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ધો-12 સામાન્ય પ્રવાહનું 51.58% અને ધો-12 સાયન્સનું 41.56% પરિણામ જાહેર થયુ હતું વેબસાઇટ અને વોટ્સએપ નંબર 6357300971 પર પરિણામ જોઈ શકાશે, વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ GSEBની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પરથી સરળતાથી જોઈ શકે છે. આ ઉપરાંત, ટેકનોલોજીનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને પણ પોતાનું પરિણામ જાણી શકે છે.