ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને કાલથી હોલ ટિકિટ અપાશે
- વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અથવા સ્કૂલમાંથી હોલ ટિકિટ મેળવી શકશે
- વિદ્યાર્થીઓએ હોલ ટિકિટમાં નામ સહિતની વિગતો ચકાસવાની રહેશે
- હોલ ટિકિટમાં સ્કૂલના આચાર્યના સહી, સિક્કા કરાવવા ફરજિયાત
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આગામી 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે, ત્યારે બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ હોલ ટિકિટ આજથી મેળવી શકશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે અથવા તો સ્કૂલમાંથી પણ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી શકશે. વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ મેળવીને તેમના વિષય નામ સહિતની વિગત ચકાસવાની રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની હોલ ટિકિટ અંગે જાહેરાત કરવામાં આવી છે. વિધાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. વિધાર્થીઓ પોતાની જાતે જ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત દર વર્ષે સ્કૂલમાંથી પણ હોલ ટિકિટ આપવામાં આવે છે જે વિધાર્થી મેળવી શકે છે. હોલ ટિકિટ ડાઉનલોડ કરી સ્કૂલના આચાર્યના સહી સિક્કા કરાવવા જરૂરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 27મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. આ પરીક્ષાની હોલ ટિકિટ પરીક્ષાર્થીઓ આજથી બોર્ડની વેબસાઈટ તેમજ પોતાની સ્કૂલ પરથી મેળવી શકશે, હોલ ટિકિટ મેળવ્યા બાદ પરીક્ષાર્થીઓએ પોતાનું નામ, સરનામું અને પિતાનું નામ ચકાસવું તેમજ પોતાના પસંદ કરેલા વિષયો પણ ચકાસવાના રહેશે. તથા વિધાર્થીએ સ્કુલનું નામ અને વિગત ચકાસવાની રહેશે હોલ ટિકિટમાં સ્કૂલના આચાર્યના સહી, સિક્કા કરાવવા ફરજિયાત છે