For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ ડ્રગ્સના દુષણને ડામવા માટે 6 નવી ANTF યુનિટ્સ શરૂ કરાશે

05:32 PM Aug 25, 2025 IST | revoi editor
ગુજરાતઃ ડ્રગ્સના દુષણને ડામવા માટે 6 નવી antf યુનિટ્સ શરૂ કરાશે
Advertisement

ગાંધીનગરઃ ગુજરાતને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પ સાથે, રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવામાં આવશે. આ યુનિટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર કડક અંકુશ લગાવવાનો છે. વર્તમાન નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે, આ ANTF યુનિટ્સમાં 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં 1 એસ.પી., 6 ડીવાયએસપી, અને 13 પીઆઇનો સમાવેશ થાય છે. આ સાથે, નાર્કોટિક્સ સેલનું કુલ મહેકમ વધીને 211 થશે. આ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અને માત્ર NDPS (Narcotic Drugs and Psychotropic Substances Act) સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.

Advertisement

આ છ નવા ANTF યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદરૂપ થશે અને ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે 'cutting edge level'ની કાર્યવાહી કરવામાં આવશે. આ યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહેશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. નવા યુનિટ્સમાં ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ પણ કાર્યરત રહેશે. આ યુનિટ્સ વારંવાર ગુના આચરતા તત્વો અને ઇન્ટર-સ્ટેટ નાર્કો ઓફેન્ડર્સની માહિતી એકત્રિત કરીને ડેટા આધારિત સઘન કાર્યવાહી કરશે. ડેટા એનાલિસિસની મદદથી, ડ્રગ્સ માફિયાઓ સામે પાસાની જેમ જ પીટ એનડીપીએસ (Prevention of Illicit Trafficking in Narcotic Drugs and Psychotropic Substances Act) હેઠળ કાર્યવાહીને વેગ મળશે. આ નિર્ણય ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં એક ઐતિહાસિક પગલું છે અને રાજ્યને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પને સાર્થક કરશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement