હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતઃ સરકારી સ્કૂલોમાં કરોડોના ખર્ચે 34483 સ્પોટર્સ કીટ અપાશે

01:39 PM Jul 10, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત સરકારે બાળકોના સર્વાંગી વિકાસને લક્ષ્યમાં રાખીને શિક્ષણની સાથે રમત-ગમતને પણ પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત-2047'ના વિઝન અને નવી શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ, રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને રૂ. 29.45 કરોડથી વધુના ખર્ચે 34,483 સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે.

Advertisement

રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રમત-ગમત પ્રત્યે રૂચિ વધારવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અને શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી બાળકોનો શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસ થશે. રમત-ગમત દ્વારા બાળકોમાં સંઘ ભાવના, સહકાર, સ્વ-પહેલ, સ્વાવલંબન, સ્વ-શિસ્ત, જવાબદારી અને નાગરિકતા જેવા કૌશલ્યોનો વિકાસ થશે, જે 'ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ'ના લક્ષ્યોને સિદ્ધ કરવામાં પણ મદદરૂપ થશે.

આ સ્પોર્ટ્સ કીટમાં બાળકો માટે 30 પ્રકારના રમત-ગમતના સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં:કેરમ બોર્ડ, અલગ અલગ સાઈઝના ક્રિકેટ બેટ, બેડમિન્ટન અને શટલ કોક, ફુટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, ડિસ્કસ, શોટ પુટ રબર, જ્વેલીન, ચેસ સેટ, સ્કિપિંગ રોપ, હર્ડલ સેટ, માર્કિંગ કોન્સ સેટ, રિલે બેટન સેટ, સોસર કોન્સ સેટ, ટેની કોઈટ, ક્રિકેટ સ્ટમ્પ સેટ, ટેનિસ બોલ (સોફ્ટ અને હાર્ડ), સ્ટોપ વોચ, એર હેન્ડ પંપ વગેરે જેવા સાધનોનો સમાવેશ થાય છે.

Advertisement

આ સ્પોર્ટ્સ કીટ શાળા દીઠ તૈયાર કરીને રાજ્યના દરેક જિલ્લામાં ક્લસ્ટર કક્ષા સુધી વિતરણ કરવામાં આવશે. આમાં ઝોન-1 (અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા), ઝોન-2 (અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા, બોટાદ, કચ્છ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર), ઝોન-3 (અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર–સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા), ઝોન-4 (આણંદ, છોટા-ઉદેપૂર, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ) અને ઝોન-5 (ભરૂચ, નર્મદા, નવસારી, સૂરત, સૂરત મહાનગરપાલિકા, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા મહાનગરપાલિકા અને વલસાડ) જિલ્લાઓમાં કુલ 34,400થી વધુ સ્પોર્ટ્સ કીટો ફાળવવામાં આવશે.

સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા અગાઉ વર્ષ 2022માં શાળાઓને સ્પોર્ટ્સના સાધનો ખરીદવા માટે ગ્રાન્ટ આપવામાં આવતી હતી. જોકે, આ વખતે વધુ પારદર્શકતા જાળવવા, યોગ્ય ગુણવત્તાયુક્ત કીટ મળે તે સુનિશ્ચિત કરવા અને ઓછા ખર્ચે વધુ સાધનસામગ્રી બાળકોને પૂરી પાડવા માટે સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યની સરકારી શાળાઓને સીધી સ્પોર્ટ્સ કીટ જ આપવામાં આવશે. આ પહેલથી રાજ્યના હજારો બાળકોને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવાની તક મળશે અને તેમનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article