For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 60થી વધુ કેન્દ્રો પર 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે

05:53 PM Nov 08, 2024 IST | revoi editor
ગુજરાતમાં 60થી વધુ કેન્દ્રો પર 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે
Advertisement
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી કરાવશે ખરીદીનો શુભારંભ,
  • વેચાણ માટે 3,33,000થી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી,
  • ઓનલાઇન નોંધણી માટે તા. 10 નવેમ્બર છેલ્લો દિવસ

ગાંધીનગરઃ ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું.

Advertisement

કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. 11 નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 3,33,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. 1,356.60 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.

કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી  પટેલે કહ્યું હતું કે, ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4,000 કિ.ગ્રા એટલે કે, 200  મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી તા. 10 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement