For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કડી અને વિસાવદર વિધાનસભા મત વિસ્તારના તાલુકાઓની ગ્રામ પંચાયતની ચૂંટણી મૂલતવી રખાઈ

11:32 AM May 30, 2025 IST | revoi editor
કડી અને વિસાવદર વિધાનસભા મત વિસ્તારના તાલુકાઓની ગ્રામ પંચાયતની ચૂંટણી મૂલતવી રખાઈ
Advertisement

ગાંધીનગરઃ આગામી દિવસોમાં રાજ્યમાં યોજાનારી કુલ 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હવે કડી અને વિસાવદર વિધાનસભાના મતક્ષેત્રમાં આવતા તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી નહી યોજાય.

Advertisement

રાજ્ય ચૂંટણી આયોગે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં રાજ્યમાં યોજાનારી કુલ 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હવે કડી અને વિસાવદર વિધાનસભાના મતક્ષેત્રમાં આવતા તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી નહી યોજાય.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, આ કડી વિધાનસભા મત ક્ષેત્રમાં કડી અને જોટાણા તાલુકો સમાવિષ્ટ છે. સાથે જ વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ ગ્રામ્ય અને અમરેલીના બગસરા તાલુકાનો સમાવેશ થાય છે. ત્યારે આ તામામ તાલુકામાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.

Advertisement

આ બંને વિધાનસભાની પેટા ચૂંટણીની કામગીરીમાં તમામ સ્ટાફ રોકાયેલો છે. જેના કારણે ગ્રામ પંચાયતોની ચૂંટણીને મુલતવી રાખવાનો નિર્યણ રાજ્ય ચૂંટણી આયોગે કર્યો છે. આ તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હવે પછી નવો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement