For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ

11:05 AM Jul 02, 2025 IST | revoi editor
ગાંધીનગરઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ
Advertisement

અમદાવાદઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાહત કમિશનરએ રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું હતું.

Advertisement

NDRFના અધિકારીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFતથા SDRFની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીએ રિઝિયન વાઈઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ,12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવર ટોપીંગ અને પાણી ભરાવાના કારણે 94 રસ્તા બંધ છે. જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે. આ બેઠકમાં CWC-મહી અને તાપી ડિવીઝન, વન વિભાગ, આરોગ્ય વિભાગ, ઊર્જા વિભાગ, GSRTC, શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, ISRO, ફીશરીઝ સહિતના વિવિધ વિભાગના નોડલ અઘિકારીઓ હાજર રહ્યાં હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement