For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર એસટી ડેપોએ હોળી-ધૂળેટીના તહેવારોમાં 18.68 લાખની કરી કમાણી

04:36 PM Mar 16, 2025 IST | revoi editor
ગાંધીનગર એસટી ડેપોએ હોળી ધૂળેટીના તહેવારોમાં 18 68 લાખની કરી કમાણી
Advertisement
  • હોળી-ધૂળેટીના તહેવારોમાં 264 એકસ્ટ્રા બસો દોડાવી
  • વધારાની બસ સોવાનો 11,100 પ્રવાસીઓએ લાભ લીધો
  • સાત દિવસમાં એકસ્ટ્રા બસો 75,880 કિલોમીટર દોડી

 ગાંધીનગરઃ હોળી અને ધૂળેટીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ગાંધીનગર એસ ટી ડેપો દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. પંચમહાલ, દાહોદ સહિત વિવિધ વિસ્તારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનનો 11,100થી વધુ પ્રવાસીઓએ લાભ લીધો હતો. જેથી ગાંધીનગર એસટી બસ ડેપોને 18.68 લાખની આવક થઈ છે.

Advertisement

ગાંધીનગર એસટી ડેપોએ હોળી-ધુળેટીના તહેવારમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, એસટી ડેપોએ તા. 8થી 14 માર્ચ દરમિયાન 264 વધારાની બસ સેચાલનમાં મુકી હતી. આ બસો સાત દિવસમાં 75,880 કિલોમીટર દોડી હતી. વધારાની બસ સેવાઓનો 11,100થી વધુ મુસાફરોએ લાભ લીધો હતો. આ સેવાઓથી ડેપોને રૂ. 18.68 લાખની આવક થઈ છે. ગાંધીનગરમાં નોકરી અને ધંધા માટે અન્ય જિલ્લાઓમાંથી આવેલા લોકો તહેવારો દરમિયાન વતન જવા માટે એસટીનો ઉપયોગ કરે છે. ખાસ કરીને હોળી-ધુળેટી દરમિયાન પંચમહાલ, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર તરફ પ્રવાસીઓની અવરજવર વધુ રહે છે. એસટી વિભાગ દર વર્ષે તહેવારો દરમિયાન વધારાની બસો દોડાવે છે. આ વર્ષે પણ આ રૂટ પર વધુ એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રવાસીઓની સુવિધા માટે શરૂ કરાયેલી વધારાની બસ સેવાઓથી એસટી ડેપોની તિજોરી લાખોના ભાડાથી ભરાઈ ગઈ છે. આ સફળતા બતાવે છે કે તહેવારો દરમિયાન વધારાની બસ સેવાઓની જરૂરિયાત છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement