For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનએ 280 દુકાનદારોને ભાડુ ન ભરતા નોટિસ ફટાકરી

05:41 PM Sep 04, 2025 IST | Vinayak Barot
ગાંધીનગર મ્યુનિ કોર્પોરેશનએ 280 દુકાનદારોને ભાડુ ન ભરતા નોટિસ ફટાકરી
Advertisement
  • સેકટર 21 અને સેટકર 10માં 280 દૂકાનદારો ભાડુ આપતા નથી,
  • રૂપિયા 1.37 કરોડની વસુલાત માટે મ્યુનિના એસ્ટેટ વિભાગે શરૂ કરી કાર્યવાહી,
  • નિયત સમયમાં ભાડુ ન ભરનારાની દુકાનોને સીલ કરાશે

ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની અનેક મિલકતો ભાડે અપાયેલી છે. જેમાં સેકટર 21 અને સેકટર 10માં ભાડે અપાયેલી 280 મિલકતોના વપરાશકારો (દુકાનદારો) ભાડુ આપતા નથી. અને આવા ભાડૂઆતો પાસે 1.37 કરોડની રકમ મ્યુનિના ચોપડે બાકી બોલે છે. આથી ભાડૂઆતો પાસેથી બાકી રકમ વસુલવા માટે મ્યુનિ. દ્વારા 280 ભાડૂઆતોને નોટિસ ફટકારવામાં આવી છે. અને નિયત સમયમાં બાકી ભાડુ ચુકવવામાં નહીં આવે તો મિલકતોને સીલ કરાશે.

Advertisement

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ શાખા દ્વારા સેક્ટર-21 અને સેક્ટર-10 (મીનાબજાર) ખાતેના માઇક્રો શોપિંગ અને લારી-પ્લોટના ભાડાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી ભાડું ન ભરતા કુલ 280 મિલકતધારકોને નોટિસ પાઠવવામાં આવી છે, જેમની પાસે કુલ રૂ. 1,37,56,375નું બાકી ભાડું છે.

જીએમસીના એસ્ટેટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વિવિધ સેક્ટરોમાં આવેલા માઇક્રો શોપિંગ, ઓટલા, લારી-પ્લોટ અને કેબિન જેવી મિલકતોનું ભાડું નિયમિતપણે વસૂલવામાં આવે છે. જોકે, કેટલાક દુકાનદારો દ્વારા લાંબા સમયથી ભાડું ભરપાઈ કરવામાં આવ્યું નથી, જેના કારણે આ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ નોટિસમાં સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી છે કે, જો નિર્ધારિત સમયમર્યાદામાં બાકી ભાડું ભરવામાં નહીં આવે તો સંબંધિત મિલકતોને સીલ કરી દેવામાં આવશે. આ પગલાં દ્વારા બાકી ભાડાની વસૂલાત ઝડપી બનાવવા અને નાણાકીય શિસ્ત જાળવવા પર ભાર મૂક્યો છે. આ કાર્યવાહીથી મ્યુનિની તિજોરીમાં બાકી રહેલી મોટી રકમ ઝડપથી પાછી આવે એવી શકયતા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement