ગાંધીનગરઃ હોમિયોપેથી કન્વેશનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ
અમદાવાદઃ મહાત્મા મંદિર ખાતે વિશ્વ હોમિયોપેથીક ડે પર જાગૃતિ લઈને આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે PM મોદીના નેતૃત્વમાં ગુજરાતે અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. બે દિવસીય હોમિયોપેથી સંમલેન લોકોમાં રહેલ ભ્રમણા દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવશે. હોમિયોપેથી વિજ્ઞાન આધારે ચાલતી પ્રક્રિયા છે. તેમજ હોમિયોપેથી કુદરતી ઉપચારને વધુ સક્રીય કરે છે જે જડ મૂળથી રોગોને નાબૂદ કરે છે.
હોમિયોપેથી સંમેલનનું આયોજન
મહાત્મા મંદિર ખાતે 2 દિવસીય હોમિયોપેથિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. હોમિયોપેથિ સંમેલનના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે મહાત્મા ગાંધી પણ આજીવન કુદરતી ઉપચારના હિમાયતી રહ્યા છે. ગાંધીનગરમાં યોજાઈ રહેલ બે દિવસીય સંમેલન હોમિયોપેથીના ઈતિહાસનું સૌથી મોટું સંમેલન હશે. મહારાષ્ટ્ર પછી સૌથી વધુ હોમિયોપેથી કોલેજ ગુજરાતમાં છે. અંદાજે 15 લાખ પેશન્ટ હોમિયોપેથીની ચીકીત્સા લેતા હોવાનું સરકારી આંકડામાં સામે આવ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે બદલતા સમયમાં પ્રાઈમરી કેર અને પ્રિવેન્ટિવ કેરમાં પણ હોમિયોપેથીનું યોગદાન વધે. મુખ્યમંત્રી ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓ પોતાનામાં રાખે વિશ્વાસ
આરોગ્ય મંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યું કે ઈલાજ સાથે રીસર્ચ પણ કરો તે જરૂરી છે. હોમિયોપેથી અને આયુર્વેદથી હટી એલોપેથીની પ્રેક્ટિસ કરતા વિદ્યાર્થીઓને આરોગ્ય મંત્રીએ માર્મિક ટકોર કરી. તેમણે કહ્યું કે આયુર્વેદમાં ભણવા વાળા વિદ્યાર્થીઓ હોમિયોપેથીના વિદ્યાર્થીઓ લઘુતાગ્રંથીના કારણે ચિકિત્સા ક્ષેત્રે પોતાનું યોગદાન આપી શકતા નથી. પરંતુ તમે પોતે ચિકિત્સા પ્રણાલીમાં વિશ્વાસ રાખશો તો અને તો જ લોકોનો તમારા પર વિશ્વાસ વધશે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયમાં એલોપેથી દવાની આડઅસરના કારણે લોકોમાં સ્વાસ્થ્યને લઈને ગંભીર સમસ્યાઓ વધી છે. અને એટલે જ હવે ઘણા લોકો એલોપેથીના બદલે આર્યુવેદ અને હોમિયોપેથી સારવાર લઈ રહ્યા છે.
PM મોદીએ હોમિયોપેથીને પ્રેરણા આપી
PM મોદીએ વિશ્વભરમાં આકર્ષણ બની રહેલા હોમિયોપેથીને પ્રેરણા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ 2014માં આરોગ્ય મંત્રાલયથી અલગ આયુષ મંત્રાલય શરૂ કર્યું. નેશનલ આયુષ મિશનથી હોમિયોપેથીને સ્થાન મળ્યું છે. આયુષ મંત્રાલયના કારણે હેલ્થકેર ક્ષેત્રે અનેક પરિવર્તન આવ્યા. ગુજરાત હંમેશા વૈકલ્પિક સારવાર માટે સાનુકુળ વાતાવરણ ઉભું કર્યું છે.