હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ

04:08 PM Aug 23, 2025 IST | revoi editor
Advertisement

કોચી : અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ)એ  કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કના શિલાન્યાસની સહર્ષ જાહેરાત કરી છે,  કેરળના મુખ્ય મંત્રીશ્રી શ્રી પિનરાય વિજયનના હસ્તે આ પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ઈન્વેસ્ટ ઇન કેરળ પહેલ હેઠળ’ વિકસાવવામાં આવેલા  આ સીમાચિહ્નરુપ પ્રકલ્પ કેરળને લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવાની દીશામાં એક મહત્વનું પગલું છે. કોચીમાં વ્યૂહાત્મક રીતે સ્થિત આ શહેર ઝડપથી ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ વિકાસ માટેના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.70 એકરથી વધુ વિસ્તારને આવરી લેતો આ પાર્ક પરિવહન ખર્ચ ઘટાડવા, ઇન-ટાઇમ ઓપરેશનને સક્ષમ કરવા અને ઇ-કોમર્સ, એફએમસીજી/એફએમસીડી, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોટિવ અને રિટેલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં નિકાસ ક્ષમતાઓને વધારવા માટે બનાવવામાં આવશે.

Advertisement

રુ.600 કરોડથી વધુના રોકાણથી આકાર લેનારા આ લોજીસ્ટિક પાર્કમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનો, સ્માર્ટ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ અને ડિજિટલ એકીકરણ, તેમજ સ્થિરતા અને અભિનવ બાબતો પર ભાર મૂકવામાં આવશે.સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમની અંદર એસ.એમ.ઇ.માટે તકોનું નિર્માણ કરતી વખતે સ્થાનિક રોજગાર, કૌશલ વિકાસ અને આર્થિક વિકાસ સાથે 1,500 થી વધુ નોકરીઓનું સર્જન કરવાની અપેક્ષા છે.

આ પ્રસંગે અદાણી પોર્ટસ અને સેઝના પૂર્ણકાલિન ડીરેકટર અને સી.ઇ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે  એપીએસઇઝેડના બંદરો કેન્દ્રીત સાહસમાંથી સંપૂર્ણ સંકલિત પરિવહન અને લોજિસ્ટિક્સ વ્યવસાયમાંથી કમાસરી લોજિસ્ટિક્સ પાર્કમાં રૂપાંતરનું નોંધપાત્ર લક્ષ્ય દર્શાવે છે. આ દિશામાં અમારા સૌથી મોટા પ્રયત્નોમાંના એક તરીકે આ પાર્ક દક્ષિણ ભારતમાં  લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં અમારી હાજરીને મજબૂત બનાવવા સાથે સ્થાનિક ઉત્પાદન અને પ્રાદેશિક વિકાસને ટેકો આપવામાં મુખ્ય ભૂમિકા અદા કરશે. તેમણે કહ્યું હતું કે ટકાઉપણું, કનેક્ટિવિટી અને રાષ્ટ્રીય પ્રગતિને આગળ વધારવા માટે તેને અનુરુપ વિશ્વ-કક્ષાના માળખાના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ

Advertisement

કેરાલાના કાયદા, ઉદ્યોગો અને કાથી મંત્રી  શ્રી પી. રાજીવે જણાવ્યું હતું કે વેપાર તરફ દોરી જતા અને સમુદાયોને સશક્ત બનાવતા તેમજ બજારોને જોડતો કલ્માસ્સરી લોજિસ્ટિક્સ પાર્ક સ્માર્ટ, ટકાઉ માળખાગત સુવિધાઓ માટે કંપનીની દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે. જે લોજિસ્ટિક્સ હબ કરતાં તે સમાવિષ્ટ વૃદ્ધિ અને પ્રાદેશિક પરિવર્તન માટે વધુ ઉત્પ્રેરક છે. કોચીમાં કંપનીના આ સૌ પ્રથમ લોજિસ્ટિક્સ પાર્ક તરીકે તે ગેટ એન્ટ્રીથી લઇ શૂન્ય-ટચ ઓપરેશન સુધીની અનુભૂતિ માટે સંકલિત ગ્રાહકની સગવડ વધારવા પારદર્શિ કામકાજ અને રીઅલ-ટાઇમ પ્રદર્શનની ખાતરી સાથે સમગ્ર પ્લાય ચેઇનમાં ઉન્નત પ્રદાન કરશે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article