For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આણંદમાં મોર્નિંગ વોક માટે નીકળેલા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની છરીના ઘા ઝીંકીને હત્યા

04:59 PM Aug 19, 2025 IST | Vinayak Barot
આણંદમાં મોર્નિંગ વોક માટે નીકળેલા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની છરીના ઘા ઝીંકીને હત્યા
Advertisement
  • કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની બાકરોલ તળાવ પાસેથી લાશ મળી,
  • હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી,
  • ઘટનાને પગલે DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

આણંદઃ શહેરના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા  ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે.  આજે વહેલી સવારે તેઓ નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. બાકરોલ તળાવના વોક-વે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખસો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમની સાથે ઇકબાલ મલેકનો ઝઘડો થયો હતો. આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો. પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલેકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી ઘટનાસ્થળે દોડી ગયા હતા. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરવામાં આવી છે. આજે સવારે તેઓ નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. બાકરોલ તળાવના વોક-વે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખસો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમની સાથે ઇકબાલ મલેકનો ઝઘડો થયો હતો. આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો. હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. હાલમાં આ ઘટનાને પગલે DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, અને સ્થળની તપાસ કર્યા બાદ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

પૂર્વ કાઉન્સિલરની હત્યાની ઘટનાને પગલે આણંદ કોંગ્રેસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ શહેરના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement