For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સોહરાબુદ્દીન શેખ કેસની આખરી સુનાવણી ડિસેમ્બરમાં થશે, બોમ્બે હાઈકોર્ટે તારીખ નિર્ધારિત કરી

11:52 AM Nov 21, 2025 IST | revoi editor
સોહરાબુદ્દીન શેખ કેસની આખરી સુનાવણી ડિસેમ્બરમાં થશે  બોમ્બે હાઈકોર્ટે તારીખ નિર્ધારિત કરી
Advertisement

મુંબઈ, 21 નવેમ્બર, 2025ઃ Sohrabuddin Sheikh case Final hearing સોહરાબુદ્દીન શેખ કથિત એન્કાઉન્ટર કેસમાં 22 શકમંદોને મુક્ત કરવાના ચુકાદાને પડકારતી અપીલ ઉપર આવતા મહિને આખરી સુનાવણી થશે. સોહરાબુદ્દીનના ભાઈઓ રુબાબુદ્દીન અને નાયબુદ્દીન દ્વારા 2019માં દાખલ કરવામાં આવેલી આ અપીલની સુનાવણી બોમ્બે હાઈકોર્ટમાં થઈ રહી છે.

Advertisement

ગત બુધવારે આ કેસની સુનાવણી દરમિયાન ડિવિઝન બેન્ચા મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રશેખર તથા ન્યાયમૂર્તિ ગૌતમ આંખડે કહ્યું હતું કે, આ અપીલ 2019થી પડતર છે. છેલ્લા ચાર વર્ષમાં ચાર સુનાવણી થઈ છે પરંતુ મુક્ત કરવામાં આવેલા કેટલાક શકમંદો સુનાવણીમાં હાજર રહ્યા નથી.

NIAએ, દિલ્હી વિસ્ફોટમાં સંડોવાયેલા વધુ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી

હાઈકોર્ટે સીબીઆઈને જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના સંબંધિત અધિકારીઓ મારફત એવા તમામ શકમંદોને નોટિસ પાઠવવા સૂચના આપી હતી જેઓ સુનાવણીમાં હાજર રહ્યા નથી.

Advertisement

હકીકતે, આ કથિત એન્કાઉન્ટર કેસમાં લાંબી કાનૂની પ્રક્રિયા બાદ સીબીઆઈની વિશેષ અદાલતે 2018ની 21મી ડિસેમ્બરે તમામ 22 શકમંદોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરી દીધા હતા. આ કેસની કાર્યવાહી નવેમ્બર 2017માં થરૂ થઈ હતી જે દરમિયાન 210 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તે પૈકી 92 સાક્ષીઓએ તેમનાં નિવેદન બદલી નાખ્યાં હતાં.

આ કેસ છેક 23 નવેમ્બર, 2005નો છે જ્યારે એક ખૂંખાર આપરાધી સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌરસ બી અને તેના સાથીદાર તુલસી પ્રજાપતિનું કથિત રીતે બસમાંથી અપહરણ થયું હતું. આ ત્રણે અલગ અલગ કથિત એન્કાઉન્ટમાં માર્યા ગયાં હતાં, જેનો આરોપ ગુજરાત અને રાજસ્થાન પોલીસના તત્કાલીન ટોચના અધિકારીઓ ઉપર આવ્યો હતો. જોકે, અદાલતમાં કેસ પુરવાર થઈ શક્યો નહોતો.

કોલકાતા સહિત બંગાળના અનેક જિલ્લાઓમાં ભૂકંપનો અનુભવ થયો, 17 સેકન્ડ સુધી ધરતી ધ્રુજી

Advertisement
Tags :
Advertisement