હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

લીંબડીના પરાળી ગામની સીમમાં 8 ફુટના કદાવર અજગરને વન વિભાગે રેસ્ક્યુ કર્યો

05:57 PM Jan 13, 2025 IST | revoi editor
Advertisement

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી તાલુકાના પરાલી ગામની સીમમાં એક મસમોટો અજગર દેખાતા અને તેની જાણ આજુબાજુના ગ્રામલોકોને થતાં ગ્રામજનો અજગરને જોવા માટે યોળે વળ્યા હતા દરમિયાન આ અંગેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા આશરે 8 ફૂટથી વધુ લંબાઈ ધરાવતા આ અજગરને જોતાં જ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ સતત ત્રણ કલાક જહેમત ઊઠાવીને અજગરનું રેસ્ક્યુ કરીને તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

Advertisement

લીંબડી તાલુકાના પરાલી ગામની સીમમાં એક મસમોટો અજગર દેખાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગના કર્મચારીઓએ લગભગ બેથી ત્રણ કલાકની સખત મહેનત બાદ અજગરનું સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું. રેસ્ક્યૂ બાદ અજગરને સુરક્ષિત રીતે નજીકના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળકાય અજગરના દેખાવાની ઘટનાઓ વધી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. સ્થાનિક લોકોનું માનવું છે કે નર્મદા કેનાલ મારફતે મધ્યપ્રદેશથી આ અજગરો ગુજરાતમાં આવી રહ્યા છે. વન વિભાગે લોકોને સતર્ક રહેવા અને આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવા અપીલ કરી છે.

Advertisement

 

Advertisement
Tags :
Aajna SamacharAjgarBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News GujaratiLIMBDIlocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesParali VillagePopular NewsrescueSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article