લીંબડીના પરાળી ગામની સીમમાં 8 ફુટના કદાવર અજગરને વન વિભાગે રેસ્ક્યુ કર્યો
- વન વિભાગના કર્મચારીઓએ 3 કલાકની જહેમત બાદ અજગહરને પકડ્યો
- અજગરને જોવા આજુબાજુના ગામડાંના લોકો ટોળેવળ્યાં
- અજગરને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી મુકાયો
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી તાલુકાના પરાલી ગામની સીમમાં એક મસમોટો અજગર દેખાતા અને તેની જાણ આજુબાજુના ગ્રામલોકોને થતાં ગ્રામજનો અજગરને જોવા માટે યોળે વળ્યા હતા દરમિયાન આ અંગેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા આશરે 8 ફૂટથી વધુ લંબાઈ ધરાવતા આ અજગરને જોતાં જ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ સતત ત્રણ કલાક જહેમત ઊઠાવીને અજગરનું રેસ્ક્યુ કરીને તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.
લીંબડી તાલુકાના પરાલી ગામની સીમમાં એક મસમોટો અજગર દેખાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગના કર્મચારીઓએ લગભગ બેથી ત્રણ કલાકની સખત મહેનત બાદ અજગરનું સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું. રેસ્ક્યૂ બાદ અજગરને સુરક્ષિત રીતે નજીકના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળકાય અજગરના દેખાવાની ઘટનાઓ વધી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. સ્થાનિક લોકોનું માનવું છે કે નર્મદા કેનાલ મારફતે મધ્યપ્રદેશથી આ અજગરો ગુજરાતમાં આવી રહ્યા છે. વન વિભાગે લોકોને સતર્ક રહેવા અને આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવા અપીલ કરી છે.